Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૨૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
६५ बउसस्स णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं पलिओवमपुहत्तं, उक्कोसेणं बावीसंसागरोवमाई। एवं पडिसेवणाकुसीले वि। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! બકશ દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, આ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. ६६ कसायकुसीलस्सणंभते !पुच्छा? गोयमा !जहण्णेणंपलिओवमपुहुत्तं, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કષાયકુશીલ દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ६७ णियंठस्सणं भंते !पुच्छा? गोयमा ! अजहण्णमणुक्कोसेण तेत्तीसंसागरोवमाई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! નિગ્રંથ દેવલોકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિએ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્યાનુત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં છએ પ્રકારના નિગ્રંથોની ગતિ, દેવસ્થિતિ અને દેવ પદવીની પ્રાપ્તિ વિષયક નિરૂપણ કર્યું છે. તેની ગતિ અને સ્થિતિ સૂત્રપાઠથી સ્પષ્ટ છે. જઘન્ય સ્થિતિ :- પ્રસ્તુત નિયંઠા પ્રકરણમાં ચાર નિયંઠામાં જઘન્ય સ્થિતિ અનેક પલ્યોપમ કહી છે અને આ પછી સંયત પ્રકરણમાં સામાયિક આદિ ત્રણ ચારિત્રમાં જઘન્ય સ્થિતિ બે પલ્યોપમ કહી છે. આ પ્રકારના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સંયતને પ્રાપ્ત થતી જઘન્ય સ્થિતિ નિશ્ચિત છે અને નિયંઠાને પ્રાપ્ત થતી જઘન્ય સ્થિતિ અનેક પલ્યોપમરૂપે અનિશ્ચિત છે. તેથી એમ સમજવું કે ચારે નિગ્રંથોની જઘન્ય સ્થિતિ ન્યૂનાધિક પલ્યોપમરૂપે હોય છે.
સુત્રકારે છે એ પ્રકારના નિગ્રંથોની ગતિ અને સ્થિતિના કથન પછી વૈમાનિક દેવગતિમાં પ્રાપ્ત થતી પદવીનું કથન આરાધના અને વિરાધનાની અપેક્ષાએ કર્યું છે. આ પાંચે નિગ્રંથો જો આરાધક ભાવે આયુષ્ય પૂર્ણ કરે તો પદવીધારી વૈમાનિકદેવ થઈ શકે અને વિરાધક ભાવે આયુષ્ય પૂર્ણ કરે તો સામાન્ય વૈમાનિક દેવ થાય છે.
છ પ્રકારના નિગ્રંથોમાં પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ પ્રતિસવી અર્થાતુદોષનું સેવન કરનાર છે. તેમ છતાં અંત સમયે પોતાની દુષ્પવૃત્તિની આલોચનાદિ કરી તેનું પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી લે તો અંત સમયની આ પ્રકારની આરાધનાથી તે આરાધક બની જાય છે. પુલાક આદિ આરાધક બને ત્યારે કષાયકુશીલપણાને પ્રાપ્ત કરે છે અને કષાયકુશીલ અવસ્થામાં અંતર્મુહૂર્તમાં જ તેનું મૃત્યુ થાય તો ભૂતકાલીન પર્યાય અનુસાર તે પુલાક કહેવાય અને તેની મારી પડુશ્વ આરાધનાની અપેક્ષાએ ગતિ થાય છે. જો તે આલોચના કે પ્રાયશ્ચિત્ત આદિ આરાધના કર્યા વિના કાળ કરી જાય તો તે પુલાકની વિરહ પહુન્ન વિરાધનાની અપેક્ષાએ ગતિ થાય છે.