Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક
૩૪૯
અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર છે; તે કાલની અપેક્ષાએ અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી, ક્ષેત્રની અપેક્ષાએ દેશોન અર્ધ પુદ્ગલ-પરાવર્તન છે. આ રીતે નિગ્રંથ પર્યત જાણવું. १४२ सिणायस्स णं भंते ! पुच्छा? गोयमा ! णत्थि अंतरं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્નાતકનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર-હે ગૌતમ! અંતર નથી. १४३ पुलाया णं भंते ! केवइयं कालं अंतर होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं संखेज्जाईवासाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક પુલોકોનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષોનું અંતર હોય છે. १४४ बउसा णं भंते ! पुच्छा? गोयमा ! णत्थि अंतरं । एवं जावकसायकुसीलाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક બકુશોનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ ! અંતર નથી. આ જ રીતે કષાયકુશીલ પર્યત જાણવું. १४५ णियंठा णं भंते ! पुच्छा? गोयमा !जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं छम्मासा। सिणायाणं जहा बउसाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક નિગ્રંથોનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું અંતર હોય છે, સ્નાતકોનું કથન બકુશોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ છ એ નિયંઠાઓનું અંતર સ્પષ્ટ કર્યું છે.
એક જીવની અપેક્ષાને પુલાક લબ્ધિ પ્રયોગ કરનાર મુનિ તે લબ્ધિથી નિવૃત્ત થઈને અંતર્મુહૂર્ત પછી પુનઃ લબ્ધિ પ્રયોગ કરે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. એક વાર પુલાક લબ્ધિનો પ્રયોગ કરનાર મુનિ કાળ કરી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્તન સુધી સંસાર ભ્રમણ કર્યા પછી મનુષ્ય ભવ પામી પુલાક લબ્ધિ પ્રયોગ કરે તો ઉત્કૃષ્ટ દેશોન અદ્ધ પુલ પરાવર્તનનું અંતર થાય છે. આ રીતે નિગ્રંથ સુધી સમજવું. સ્નાતકનું અંતર નથી કારણ કે સ્નાતક નિયમો સિદ્ધ થાય છે.
અનેક જીવોની અપેક્ષાએ પુલોકોનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષનું છે. અર્થાત્ અનેક જીવો પુલાક લબ્ધિનો પ્રયોગ સમાપ્ત કર્યો હોય તેના એક સમય પછી અન્ય અનેક જીવો પુલાકાણું પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમયનું અંતર થાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષોનું અંતર છે અર્થાત્ સંખ્યાત વર્ષો પછી કોઈ પણ એક જીવ અવશ્ય મુલાકાણું પ્રાપ્ત કરે છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ અને સ્નાતક તે ચાર નિયંઠા શાશ્વત છે. તેથી અનેક જીવોની અપેક્ષાએ તેનું અંતર નથી. નિગ્રંથોનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનું છે, કારણ કે વધુમાં વધુ છ મહિના પછી અવશ્ય કોઈ જીવ શ્રેણી પર ચઢી નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે.