Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૫૮
શ્રી ભગવતી સૂત્ર-૫
કાયક્લેશ- આત્મ લક્ષ્યથી કર્મ નિર્જરા માટે વિવિધ પ્રકારે કાયાને કષ્ટ આપવું, તે કાયકલેશ છે. (૬) પ્રતિસલીનતા વિષયોમાં આસક્ત થયેલા ઇન્દ્રિય અને મનને પાછા વાળી આત્મભાવમાં સ્થિર કરવા. વિવિક્ત-શયનાસનતા- વિષય વિકાર વૃદ્ધિ ન પામે તેવા સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવો, તે વિવિકત-શયનાસનતા છે. આભ્યતર તપ- જે તપનો સંબંધ મુખ્યતયા શરીર સાથે ન થતાં આત્મભાવો સાથે હોય તેને આત્યંતર તપ કહે છે. તેના પણ છ ભેદ છે. (૧) પ્રાયશ્ચિત્ત-જેના દ્વારા અતિચાર આદિથી દૂષિત થયેલો આત્મા શુદ્ધ થાય તેને પ્રાયશ્ચિત્ત તપ કહે છે. (૨) વિનય– ગુરુ કે વડીલ વગેરે સાથે નમ્રતાયુક્ત વ્યવહાર તેમજ યથાસમયે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વંદન વ્યવહાર કરવો, તે વિનય તપ છે. (૩) વૈયાવચ્ચ– આચાર્યાદિ માટે સંયમ સાધનાને યોગ્ય બાહ્ય, આત્યંતર સર્વ પ્રકારે અનુકૂળતા કરવી અગ્લાન ભાવે શારીરિક સેવા કરવી, તે વૈયાવચ્ચ તપ છે. (૪) સ્વાધ્યાય- મોક્ષમાર્ગ પ્રરૂપક વીતરાગ વચનોના સંગ્રહ રૂપ શાસ્ત્રોનું વાંચન, શ્રવણ, મનન આદિ કરવું, તે સ્વાધ્યાય તપ છે. (૫) ધ્યાન- ચિત્તને એકાગ્ર કરવું તે ધ્યાન છે. તેના ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન. જેમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, તે બે ધ્યાન તપ રૂપ છે.
આ ચાર ધ્યાનમાં આર્ત અને રીદ્ર ધ્યાનનો ત્યાગ કરીને ધર્મ અને શુક્લધ્યાનમાં ચિત્તને એકાગ્ર બનાવવું તે જ આત્યંતર તપ છે. (૬) વ્યુત્સર્ગ– નિઃસંગપણે દેહનો, ઉપધિ આદિનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ છે. તેના દ્રવ્ય અને ભાવ રૂપ ભેદ-પ્રભેદ છે.
બાર પ્રકારના તપ, કર્મ નિર્જરાના પ્રમુખ સાધન છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સાધનાને માટે ઉપયોગી મહત્તમ વિષયોનું સંકલન છે. જે સાધકોને અત્યંત ઉપયોગી છે.