Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૪
શ્રી ભગવતી સ્ત્ર-૫
डिसेवणाकुसीले वि, एवं कसायकुसीले वि। णियंठे जहा पुलाए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! બકુશપણું કેટલા ભવમાં પ્રાપ્ત થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ આઠ ભવોમાં બકુશપણું પ્રાપ્ત થઈ શકે છે. આ જ રીતે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ જાણવા. નિગ્રંથનું કથન પુલાકની સમાન છે.
૬ સિળાત્ ખં મતે ! પુચ્છા ?નોયમા !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સ્નાતકપણું કેટલા ભવમાં પ્રાપ્ત થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! એક ભવમાં જ પ્રાપ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના નિગ્રંથપણાના ભાવ કેટલા ભવોમાં પ્રાપ્ત થાય છે તેનું કથન છે. પુલાકપણું ઃ— જઘન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે અર્થાત્ કોઈ જીવ પુલાક લબ્ધિનો પ્રયોગ એક ભવમાં કરીને કષાય કુશીલપણાને પ્રાપ્ત કરી ક્રમશઃ આગળ વધતા તે જ ભવમાં સિદ્ધ થઈ જાય છે અને કોઈ જીવ અનેક ભવભ્રમણની અપેક્ષાએ ત્રણ ભવમાં પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. તેનાથી અધિક ભવમાં પુલાક લબ્ધિનો પ્રયોગ થતો નથી.
જ
બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલપણું :– જઘન્ય એક, ઉત્કૃષ્ટ આઠ ભવમાં પ્રાપ્ત થાય છે. કોઈ જીવ એક જ ભવમાં બકુશ આદિ અવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધ થઈ જાય તો એક જ ભવમાં ચારિત્રની પ્રાપ્તિ થાય અને કોઈ જીવ ભવભ્રમણ કરતાં આઠ ભવમાં બકુશ આદિ ભાવોને પ્રાપ્ત કરી શકે છે. ઉત્કૃષ્ટ આઠ ભવમાં ચારિત્રને પ્રાપ્ત કરીને ત્યાર પછી તે જીવ આઠમા ભવે અવશ્ય સિદ્ધ થઈ જાય છે.
નિગ્રંથપણું ઃ— જઘન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં પ્રાપ્ત થાય છે. જો એક જ ભવમાં નિગ્રંથપણામાં ક્ષપક શ્રેણીના ભાવોને પ્રાપ્ત કરે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે અને જો ઉપશમ શ્રેણીના ભાવોને પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટ બૈ ભવમાં ઉપશમ શ્રેણી અને ત્રીજા ભવમાં અવશ્ય ાપક શ્રેણી કરીને જીવ સિદ્ધ થાય છે. આ રીતે ઉપશમ અને ાપક શ્રેણીના મળીને ઉત્કૃષ્ટ ત્રણ ભવમાં નિગ્રંથપણું પ્રાપ્ત થાય છે.
સ્નાતકપણું ઃ– એક જ ભવમાં પ્રાપ્ત થાય છે કારણ કે સ્નાતક તો કેવળી જ હોય છે અને કેવળી તો તે જ ભવમાં સિદ્ધ થઈ જાય છે.
(૨૮) આકર્ષ દ્વાર :
१२७ पुलागस्स णं भंते! एगभवग्गहणीया केवइया आगरिसा पण्णत्ता ? गोयमा ! जहणणं एक्को, उक्कोसेणं तिण्णि ।
શબ્દાર્થ :-આસ- આકર્ષ, કેટલી વાર થાય.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પુલાકના એક ભવમાં કેટલા આકર્ષ થાય છે? અર્થાત્ પુલાકપણું એક ભવમાં કેટલી વાર આવે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ થાય છે. અર્થાત્ એક ભવમાં ત્રણ વાર આવી શકે છે.