Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૫
९६ णिरेयस्स केवइयं कालं अंतर होइ ? गोयमा ! सङ्घाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं, परटुाणंतर पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं ।
૨૭૦
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નિષ્કપ પરમાણુ પુદ્ગલનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું અંતર હોય છે. પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું અંતર હોય છે.
९७ दुपएसियस्स णं भंते! खंधस्स सेयस्स केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्ठाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं, परद्वाणंतरं पडुच्च जहणेणं एक्कं समयं उक्कोसेणं अनंतं कालं ।
णिरेयस्स णं भंते! केवइयं कालं अंतर होइ ? गोयमा ! सट्टाणंतरं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं, परद्वाणंतर पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अनंत कालं । एवं जाव अणतपएसियस्स ।
ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! સકંપ દ્વિપ્રદેશી ધનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે.
પ્રશ્ન- હે ભગવન્ ! નિષ્કપ દ્વિપ્રદેશી સ્કંધનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગનું તથા પરસ્થાનની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર હોય છે. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઇએ.
९८ परमाणुपोग्गलाणं भंते ! सेयाणं केवइयं कालं अंतर होइ ? गोयमा ! णत्थि अंतरं । णिरेया णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! णत्थि अंतरं । एवं जाव अनंतपएसियाणं खंधाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સકંપ અનેક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તરહે ગૌતમ ! અંતર નથી. પ્રશ્ન− હે ભગવન્ ! નિષ્કપ અનેક પરમાણુ પુદ્ગલોનું અંતર કેટલા કાલનું હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! અંતર નથી. આ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવું જોઇએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પરમાણુ આદિનું સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ અંતર કહ્યું છે. સ્વસ્થાન અને પરસ્થાન :– પરમાણુ, પરમાણુ રૂપે જ રહે તે તેનું સ્વસ્થાન અને પરમાણુ, દ્વિપ્રદેશી આદિ સ્કંધ સાથે રહે તે તેનું પરસ્થાન કહેવાય છે.
સ્વસ્થાનની અપેક્ષાએ સર્કપતાનું અંતર ઃ– સ્વસ્થાનની અપેક્ષાએ પરમાણુની સકંપતાની સ્થિતિ તે નિષ્કપતાનું અંતર અને નિષ્કપતાની સ્થિતિ તે સકંપતાનું અંતર થાય છે. જેમ કે એક પરમાણુ એક સમય