Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૪: ઉદ્દેશ૪-૨૪
૧૬૭
જાણવા જોઈએ. // ગમક-૧થી ૯ / १८ माहिंदगदेवा णं भंते ! कओहिंतो उववजंति ? ____ गोयमा !जहा सणंकुमारगदेवाणं वत्तव्वया तहा माहिंदगदेवाण विभाणियव्वा, णवरं- माहिंदगदेवाणं ठिई साइरेगा भाणियव्वा सच्चेव । एवं बंभलोगदेवाण वि वत्तव्वया, णवरं- बंभलोगट्ठिई संवेहं च जाणेज्जा । एवं जाव सहस्सारो, णवरं-ठिई संवेहं च जाणेज्जा । लंतगादीणं जहण्णकालट्ठिईयस्स तिरिक्खजोणियस्स तिसु वि गमएसुछप्पि लेस्साओ कायव्वाओ। संघयणाइबंभलोगलतएसुपंच आदिल्लगाणि, महासुक्क सहस्सारेसुचत्तारि, तिरिक्खजोणियाण वि मणुस्साण वि । सेसतं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માહેન્દ્ર દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે સનકુમાર દેવની વક્તવ્યતા કહી, તે જ રીતે માણેન્દ્ર દેવલોકની વક્તવ્યતા પણ જાણવી જોઈએ. માહેન્દ્ર દેવલોકના દેવોની સ્થિતિ, સનકુમાર દેવોની સ્થિતિથી સાધિક કહેવી. તે જ રીતે બ્રહ્મલોકના દેવની વક્તવ્યતા છે. સ્થિતિ અને સંવેધ બ્રહ્મલોકના જાણવા જોઈએ. આ રીતે સહસાર દેવલોક પર્યત જાણવું. સ્થિતિ અને સંવેધ પોત-પોતાનો જાણવા જોઈએ. લાંતક, મહાશુક્ર અને સહસાર દેવલોકમાં ઉત્પન્ન થનારા જઘન્ય સ્થિતિવાળા તિર્યંચોના ત્રણે ગમકમાં છએ વેશ્યાઓ હોય છે. બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં જનારાને પ્રથમના પાંચ સંઘયણ હોય છે. મહાશુક્ર અને સહસાર દેવલોકમાં જનારાને પ્રથમના ચાર સંઘયણ હોય છે. આ પ્રમાણે તિર્યંચો અને મનુષ્યો બંનેને માટે સંઘયણ જાણવા જોઈએ. શેષ કથન સનકુમારવત્ છે. // ગમક–૧થી ૯ો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્યની સનસ્કુમારથી સહસાર દેવલોકમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. બીજી નરકમાં ઉત્પન્ન થનારા તિર્યંચ અને મનુષ્યની સમાન તેની વક્તવ્યતા છે, વિશેષતાઓ આ પ્રમાણે છેઉપપાત - યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય બે દેવલોક સુધી જાય છે. તેથી ત્રીજાથી આઠમા દેવલોક સુધી સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યની જ ઉત્પત્તિ થાય છે. તે ત્યાં ઉત્પન્ન થઈને સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે, નવ ગમકથી જઘન્ય-૨ અને ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે. સંઘયણ :- સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં છ સંઘયણ હોય છે પરંતુ ઉપર ઉપરના દેવલોકમાં જનારા મનુષ્યોને હીન-હીનતમ સંઘયણો હોતા નથી. સેવાર્ય સંઘયણવાળા ચાર દેવલોક સુધી જ જઈ શકે છે. કીલિકા સંઘયણવાળા છ દેવલોક સુધી, અર્ધનારા સંઘયણવાળા આઇ દેવલોક સુધી, નારા સંઘયણવાળા બાર દેવલોક સુધી, ત્રઢષભ નારા સંઘયણવાળા નવ રૈવેયક સુધી અને વજaષભનારા સંઘયણવાળા અનુત્તરવિમાન સુધી જાય છે. લેશ્યા :- સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં છ લેશ્યા હોય છે. પરંતુ બે દેવલોક સુધી જઘન્ય(૪,૫,૬) ગમકથી જનારા સંજ્ઞી તિર્યંચને ઉત્કૃષ્ટ ચાર વેશ્યા હોય શકે છે. તે જ રીતે ત્રીજા, ચોથા અને પાંચમાં દેવલોકમાં જઘન્ય ગમકથી ઉત્પન્ન થનારા તિર્યંચને અધિકતમ પાંચ લેશ્યા હોય શકે છે. તે જીવો પોતાની