Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
उद्देसए तहेव लेस्साविभागो। अप्पाबहुगंच जावचउव्विहाणंदेवाणंचउव्विहाणंदेवीणं मीसगअप्पाबहुगंति। ભાવાર્થ - પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહનગરમાં ગૌતમ સ્વામીએ યાવતું આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! વેશ્યાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! વેશ્યાઓ છ છે, યથા– કૃષ્ણ લેશ્યા આદિ. આ રીતે પ્રથમ શતકના બીજા ઉદ્દેશક અનુસાર લેશ્યાઓના વિભાગનું કથન કરવું. તત્પશ્ચાત્ અલ્પબદુત્વનું વર્ણન યાવત્ ચાર પ્રકારના દેવો અને ચાર પ્રકારની દેવીઓનું એક સાથે અલ્પબદુત્વ જાણવું. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વેશ્યાના અલ્પબદુત્વનું અતિદેશાત્મક કથન છે, તે યોગ સાપેક્ષ છે. પ્રત્યેક સંસારી જીવોને વેશ્યા અવશ્ય હોય છે. દેવ-દેવીઓ સંબંધી અલ્પબદુત્વનો અહીં ઉલ્લેખ માત્ર છે. તે માટે જુઓશતક-૧, ઉદ્દેશક–૨. સંસારી જીવોના ભેદ:| ३ कइविहाणं भंते ! संसारसमावण्णगा जीवा पण्णत्ता? गोयमा ! चोद्दसविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता,तंजहा-सुहुमअपज्जत्तगा,सुहमपज्जत्तगा, बायरअपज्जत्तगा, बायरपज्जत्तगा, बेइदिया अपज्जत्तगा, बेइदिया पज्जत्तगा, एवं तेइदिया, एवंचउरिदिया,असण्णिपचिंदिया अपज्जत्तगा,असण्णिपचिंदिया पज्जत्तगा,सण्णिपंचिंदिया अपज्जत्तगा,सण्णिपचिंदिया पज्जत्तगा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સંસાર સમાપન્નક(સંસારી) જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સંસાર સમાપન્નક જીવોના ચૌદ પ્રકાર છે, યથા- (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત (૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત (૫) બેઇન્દ્રિય અપર્યાપ્ત (૬) બેઇન્દ્રિય પર્યાપ્ત (૭) તેઇન્દ્રિય અપર્યાપ્ત (૮) તેઇન્દ્રિય પર્યાપ્ત (૯) ચૌરેન્દ્રિય અપર્યાપ્ત (૧૦) ચૌરેન્દ્રિય પર્યાપ્ત (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત (૧૩) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૪) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંસારી જીવોના ૧૪ ભેદોનો નામોલ્લેખ છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છેસૂક્ષમ - સૂમ નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂમ હોય; અસંખ્ય શરીર એકત્રિત થવા છતાં જે ચરિન્દ્રિયનો વિષય ન બને; અગ્નિ, પાણી વગેરે કોઈ પણ શસ્ત્ર તેનો ઘાત ન કરી શકે; તેને સૂક્ષ્મ કહે છે. તે જીવો એકેન્દ્રિય જ હોય છે. બાદર – બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર બાદર-સ્થલ હોય, જેનું એક શરીર ચર્મચક્ષનો વિષય બને અથવા ન પણ બને પરંતુ ઘણા શરીરોનો સમુદાય ચક્ષુ આદિ ઈદ્રિયોનો વિષય બની શકે છે. સ્થૂલ શસ્ત્રોથી જેનો ઘાત થઈ શકે, તેને બાદર કહે છે. તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના જીવો હોય છે.