Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૧
પ્રતિમાધારી, યથાલન્દકલ્પી, કલ્પાતીત, પ્રત્યેક બુદ્ધ, સ્વયંબુદ્ધ કે બુદ્ધબૌધિતમાંથી કોઈ પણ કોટિના, ભરતક્ષેત્ર, ઐરવત ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, જંબુદ્રીપ, ધાતકીખંડ, આદિ કોઈ પણ ક્ષેત્રના સાધકને, સાધુત્વની સાધના કરનારને નમસ્કાર કરવાની દૃષ્ટિએ 'સવ્વ' વિશેષણનો પ્રયોગ કર્યો છે. તે ઉપરાંત સર્વ શબ્દનો પ્રયોગ પાંચે પદ સાથે પણ કરી શકાય છે.
८
વૃત્તિકારે 'સવ્વ' શબ્દના ત્રણ રૂપાંતર કરી તેના ભિન્ન ભિન્ન અર્થ સ્પષ્ટ કર્યા છે. (૧) સાર્વ (૨) શ્રવ્ય (૩) સવ્ય.
(૧) સાર્વ :– (૧) સમાન ભાવે સર્વનું હિત કરનાર સાધુ (૨) સર્વ પ્રકારે શુભ યોગની અથવા પ્રશસ્ત કાર્યોની સાધના કરનાર સાધુ (૩) અરિહંત ભગવાનની આજ્ઞાની–આરાધના કરનાર સાધુ અથવા એકાંતવાદી, મિથ્યામતોનું નિરાકરણ કરી, સાર્વ– અનેકાંતવાદી સાપેક્ષદર્શનનું પ્રતિપાદન કરનાર સાધુ સાર્વ સાધુ છે.
(૨) શ્રવ્ય :- શ્રવણ કરવા યોગ્ય શાસ્ત્રના વાક્યોમાં કુશલ હોય તે સાધુ અર્થાત્ જે ન સાંભળવા યોગ્યને સાંભળતા નથી તે સાધુ.
(૩) સવ્ય :– મોક્ષ અથવા સંયમને અનુકૂળ [સવ્ય] કાર્ય કરવામાં દસ.
णमो लोए सव्वसाहूणं ઃ– 'સર્વ' શબ્દ એકદેશીય સંપૂર્ણતાના અર્થમાં સ્વીકારવાથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે— અઢી દ્વીપ પ્રમાણ મનુષ્યલોકમાં વિધમાન સર્વ સાધુઓને નમસ્કાર હો. લોક શબ્દનો પ્રયોગ કરવાથી અહીં કોઈ પણ ગચ્છ, સંપ્રદાય કે પ્રાપ્તવિશેષની સંકુચિતતાને અવકાશ નથી. સાધુતાના ગુણ ધરાવનાર સર્વ સાધુઓને નમસ્કાર છે. કોઈક પ્રતમાં 'લોÇ' પાઠ નથી.
પંચ પરમેષ્ઠી નમસ્કરણીયતા અને માંગલિકતાના કારણો ? :– અરિહંત ભગવાને જ્ઞાન, દર્શન, · ચારિત્ર અને વીર્યરૂપ આત્માની શક્તિને આવરિત કરનાર ઘાતિકર્મોને સર્વથા નિર્મૂલ કર્યા છે. સંસારના સર્વ જીવોને કર્મોનાં બંધનથી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. સિદ્ધ ભગવાનના જ્ઞાન, દર્શન, અવ્યાબાધ સુખ, આદિ ગુણો સદા શાશ્વત અને અનંત છે. તેને નમસ્કાર કરવાથી વ્યક્તિને આત્માના નિજ ગુણોનું એવં શુદ્ધ સ્વરૂપનું ભાન અને સ્મરણ થાય છે; ગુણોને પૂર્ણ રૂપે પ્રગટ કરવાની, આત્મશોધનની એવું આત્મબલ પ્રગટ કરવાની પ્રેરણા મળે છે. તેથી સંસારી આત્માઓને માટે અરિહંત અને સિદ્ધ ભગવાન નમસ્કરણીય અને સદૈવ મંગલકારક છે.
આચાર્ય ભગવાન સ્વયં આચાર પાલનમાં દશ હોવાની સાથે અન્યના આચાર પાલનનું ધ્યાન રાખે છે અને સંઘને જ્ઞાન-દર્શન—ચારિત્રમાં સ્થિર કરે છે. ઉપાધ્યાય સંધમાં જ્ઞાનબલને સુદઢ બનાવે છે. શાસ્ત્રીય અને સૈદ્ધાંતિક જ્ઞાન ઉપાધ્યાયની કૃપાથી પ્રાપ્ત થાય છે. આ રીતે આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંત મહાન ઉપકારી હોવાથી નમસ્કરણીય એવં મંગલકારક છે.
સાધુ ભગવંત માનવના સર્વશ્રેષ્ઠ પુરુષાર્થમાં અને પરમ સાધનાના ધ્યેય સ્વરૂપ મોક્ષની સાધનામાં