Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
આવવા માટે ચલાયમાન થાય છે, તે અપેક્ષાએ ચલિત જ કહેવાય. કારણ કે સૂત્રોક્ત કર્મ સંબંધી નવે ક્રિયાઓ સમયે સમયે થાય છે. જો તે રીતે ન માનીએ તો પ્રથમ સમયની ચલન ક્રિયા નિષ્ફળ જશે અને તે જ રીતે બીજા, ત્રીજા આદિ સમયોમાં પણ ચલિતપણું માની શકાશે નહીં. કારણ કે સમયની અપેક્ષાએ સર્વમાં સમાનતા છે. આ રીતે કોઈ પણ કર્મ ચલિત ન થાય તો ઉદયમાં આવી શકે નહી.
પરંતુ કર્મોની સ્થિતિ પરિમિત છે. કર્મ પોતાની સ્થિતિ પૂર્ણ થતા ઉદયમાં ન આવે તે સર્વથા અશક્ય છે. સ્થિતિ પૂર્ણ થતાં કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય જ છે. કર્મોનો સમગ્ર જથ્થો એક સાથે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થતો જ નથી. તે ક્રમશઃ જ પ્રવિષ્ટ થાય છે. જેટલો જથ્થો જે સમયે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થાય તે જથ્થો ચલમાન ચલિત કહેવાય છે. આ રીતે માનવાથી જ ઉદયાદિ પ્રત્યેક પ્રક્રિયાનો ક્રમ યથા સંગત રહે છે.
વ્યવહારમાં લક્ષિત કાર્ય પૂર્ણતાની અપેક્ષાએ અંતિમ ક્ષણે થાય છે અને આંશિકતાની અપેક્ષાએ પ્રતિક્ષણે થાય છે. પૂર્ણતાની અપેક્ષાનો આંશિકતાની અપેક્ષામાં આરોપ કરવાથી ભ્રમ થાય છે. પ્રસ્તુત સુત્રમાં કથિત કર્મોની આંશિક ચલન આદિ ક્રિયાના સિદ્ધાંતને પૂર્ણરૂપે સંથારો થવાની ક્રિયામાં આરોપિત કરવાથી જમાલીની બુદ્ધિ ભ્રમિત થઈ હતી. સાર એ છે કે ભૂલ દષ્ટિથી કાર્ય પૂર્ણ થાય ત્યારે જ તે કાર્યની પૂર્ણતા સ્વીકારવામાં આવે છે. છતાં પ્રતિક્ષણે અંશે અંશે કાર્ય થાય છે, તેનો નિષેધ કરવો યોગ્ય નથી.
વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ આ સિદ્ધાંતને પટના દષ્ટાંતથી સમજાવ્યો છે. પટ વણવાના પ્રારંભથી જ અર્થાતુ પ્રથમ તંતુ વણાયો હોય ત્યારે પણ પટ વણાયો તેમ લોક વ્યવહાર થાય છે, તે સર્વથા નિરાધાર નથી. જો પ્રથમ તંતુના પ્રવેશ સમયે પટ ઉત્પન્ન થયો નથી તેમ માનવામાં આવે તો પ્રથમ સમયની ક્રિયા નિષ્ફળ જાય અને જો તેમ જ હોય તો પ્રથમ સમયની જેમ જ પછીના સમયની ક્રિયાથી પણ પટ ઉત્પન્ન ન થવો જોઈએ, કારણ કે સર્વ સમયની ક્રિયા સમાન છે, અંતિમ તંતુના પ્રવેશથી જ પટ નિર્મિત થયો તેમ પણ કહી શકાય નહીં કારણ કે અંતિમ તંતુ પ્રથમ આદિની અપેક્ષાએ જ છે. પ્રથમ તંતુના પ્રવેશથી જ પટનો કંઈક અંશ ઉત્પન્ન થાય છે. પટનો જેટલો અંશ ઉત્પન્ન થયો છે તે જ દ્વિતીયાદિ સમયની ક્રિયાને ઉત્પન્ન કરે છે. અંતે કાર્ય સંપન્ન થાય છે.
ચલન આદિ નવ પદના અર્થ આ પ્રમાણે છે :ચલન :- કર્મદલનું ઉદયાવલિકામાં પ્રવેશ કરવા માટે ચલિત થવું. ઉદીરણા - અધ્યવસાય વિશેષથી અથવા પ્રયત્નપૂર્વક જેની સ્થિતિ પરિપક્વ થઈ ગઈ છે, તેવા ઉદયમાં નહીં આવેલાં કર્મોને ઉદયાવલિકામાં ખેંચીને લાવવા. વેદના:- ઉદયાવલિકામાં આવેલા કર્મફળનો અનુભવ કરવો. પ્રહણ :- આત્મપ્રદેશો સાથે એકમેક થયેલા કર્મોનું દૂર થવું–નાશ થવું. છેદન - કર્મોની દીર્ઘકાલિક સ્થિતિને અપવર્તના આદિ દ્વારા અલ્પકાલિક કરવી. ભેદન - બદ્ધ કર્મના તીવ્ર રસને અપવર્તનાકરણ દ્વારા મંદ કરવો અથવા ઉદ્વર્તનાકરણ દ્વારા મંદ રસને