Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
વિવેચન :
**
પ્રસ્તુત સૂત્રોમાં પુદ્ગલ અને જીવની સૈકાલિકતાનું પ્રતિપાદન કર્યું છે. સૂત્રમાં પ્રયુક્ત 'પોનેિ' શબ્દ પરમાણુ યુગલ માટે પ્રયુક્ત છે કારણ કે સૂત્રકારે સ્કંધ વિષયક પ્રશ્ન પાછળથી કર્યો છે. આ વૈકાલિકતા અનંત અતીત અને અનંત અનાગતકાલ સાથે સંબંધિત છે, 'તે પ્રાતઃકાલે હતો. મધ્યાહ્ન છે અને સાંજે હશે.' આ પણ સૈકાલિકતા છે. પરંતુ અહીં તે વિવક્ષિત નથી. તેથી અહીં અતીત અને અનાગતકાલ સાથે અનંત શબ્દનો પ્રયોગ છે. દ્રવ્ય વૈકાલિક શાશ્વત છે. તેની પર્યાય અલ્પકાલિક અથવા દીર્ઘકાલિક પણ પ્રતીત થઈ શકે છે પરંતુ અનંતકાલિક નથી. તેથી જ દ્રવ્ય નિરપેક્ષ સત્ય છે અને પર્યાય સાપેક્ષ સત્ય છે. સત્—સત્ય તે જ છે, જે સૈકાલિક શાશ્વત છે.
અસ્તિકાય પ્રકરણમાં પાંચે અસ્તિકાયની સૈકાલિકનું નિરૂપણ છે. પ્રસ્તુત સૂત્રમાં કેવળ જીવ અને પુદ્ગલ દ્રવ્યની સૈકાલિકતાનું કથન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે ત્રણે દ્રવ્યો સત્ છે. પરંતુ જીવ અને પુદ્ગલ દ્રવ્યોનો સૃષ્ટિગત પરિવર્તન સાથે સીધો સંબંધ છે. આ બે દ્રવ્ય સૃષ્ટિના મૂળ ઘટક મનાય છે. તેથી પ્રસ્તુતમાં બે દ્રવ્યનું કથન છે.
અથવા જીવ અને પુગલ આ બે જ દ્રવ્યને માનવાની કોઈ પ્રાચીન પરંપરા વિશેષ પ્રચલિત હશે તેથી પ્રસ્તુતમાં બે દ્રવ્યનું કથન કર્યું હોય તે પણ સંભવિત છે. વર્તમાનકાલ શાશ્વતઃ-વર્તમાનકાલ પ્રતિક્ષણ ભૂતકાળમાં અને ભવિષ્યકાલ પ્રતિક્ષણ વર્તમાનમાં પરિણત થઈ રહ્યો છે તેમ છતાં સામાન્યરૂપે, એક સમયરૂપે વર્તમાનકાલ સદૈવ વિદ્યમાન છે. તેથી તેને શાશ્વત કહ્યો છે.
છદ્મસ્થ મનુષ્યની મુક્તિ-નિષેધ :|११ छउमत्थे णं भंते ! मणुस्से अतीतं अणतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेणं, केवलाहिं पवयणमाईहिं सिज्झिसु बुझिसु जाव सव्वदुक्खाणं अंतं करिंसु ? गोयमा ! णो इणढे समढे ।
से केणटेणं भंते ! एवं वुच्चइ तं चेव जाव अंतं करेंसु ?
गोयमा! जे केइ अंतकरा अंतिमसरीरिया वा सव्वदुक्खाणं अंतं करेंसु વા, તિ વા, રસ્તુતિ ના સળે તે ૩પ્પણખાન-વલણપરા, અર, નિબT, केवली, भवित्ता, तओ पच्छा सिझंति, बुज्झति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणं अंतं करेंसु वा, करेंति वा, करिस्सति वा; से तेणटेणं गोयमा ! जाव सव्वदुक्खाणं अंतं करेंसु ।