Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨: ઉદ્દેશક-૧
_.
[ ૨૩૫ ]
જેવા :- સાતમા ઉદ્દેશકમાં દેવોના પ્રકાર, સ્થાન ઉપપાત, પ્રતિષ્ઠાન બાહલ્ય, ઉચ્ચત્વ, સંસ્થાન ઈત્યાદિ દેવ સંબંધી અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન હોવાથી તેનું નામ દેવ' છે.
વARવા :- આઠમાં ઉદ્દેશકમાં ચમરેન્દ્ર અસુરેન્દ્રની રાજધાની ચમચંચા આદિનું વર્ણન હોવાથી તેનું નામ 'ચમરચંચા' છે.
સમજિકુર ?-નવમાં ઉદ્દેશકમાં અઢી દ્વીપ અને બે સમુદ્રના રૂપમાં પ્રસિદ્ધ સમયક્ષેત્ર સંબંધી અતિદેશપૂર્વક સંક્ષિપ્ત વર્ણન હોવાથી તેનું નામ 'સમયક્ષેત્ર' છે.
સ્થિol:- દશમાં ઉદ્દેશકમાં પંચાસ્તિકાય, તેના નામ, તેના વર્ણગંધાદિ, તેની શાશ્વતતા-અશાશ્વતતા, દ્રવ્ય-ક્ષેત્ર, કાલ, ભાવ, ગુણરૂપ પ્રકારો આદિનું સાંગોપાંગ નિરૂપણ હોવાથી તેનું નામ 'અસ્તિકાય' છે.
એકેન્દ્રિયાદિ જીવોમાં શ્વાસોચ્છવાસ :| २ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था, वण्णओ । सामी समोसढे । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा पडिगया। ભાવાર્થ :- કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. નગરીનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણી લેવું જોઈએ. એકદા ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. તેમનો ધર્મોપદેશ સાંભળવા પરિષદ નીકળી. ભગવાને ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ગઈ. | ३ तेणं कालेणं तेणं समएणं जेटे अंतेवासी जाव पज्जुवासमाणे एवं वयासीजे इमे भंते ! बेइंदिया तेइंदिया चउरिदिया पंचिंदिया जीवा, एएसि णं आणाम वा पाणामं वा उस्सासं वा णीसासं वा जाणामो पासामो । जे इमे पुढविकाइया जाव वणप्फइकाइया एगिदिया जीवा एएसिणं आणामं वा पाणामं वा उस्सासं वा णीसासं वा ण याणामो ण पासामो । एए णं भंते ! जीवा आणमति वा पाणमंति वा उस्ससंति वा णीससंति वा ?
हंता गोयमा ! एए वि णं जीवा आणमंति वा पाणमंति वा उस्ससंति वा णीस्ससति वा । ભાવાર્થ :- પ્રશ્ન- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય) શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ અણગારે ભગવાનની પર્યાપાસના કરતા આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! જે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ છે, તેના આત્યંતર અને બાહ્ય ઉચ્છવાસ તેમજ નિઃશ્વાસને અમે જાણીએ છીએ અને જોઈએ છીએ પરંતુ જે આ પૃથ્વીકાયથી