Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 558
________________ ૪૯૬ D R શતક-૩ : ઉદ્દેશક-૧૦ પરિષદ શ્રી ભગવતી સૂત્ર–૧ RO zÕØ ઈન્દ્રની ત્રણ પરિષદ : १ रायगिहे जाव एवं वयासी- चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो कइ परिसाओ पण्णत्ताओ ? નોયમા ! તો પરિક્ષાઓ પળત્તાઓ, તેં ના- સમિયા, ચંડા, નાયા, एवं जहाणुपुव्वीए जाव अच्चुओ कप्पो ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી પરિષદ–સભાઓ છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની ત્રણ પરિષદ છે. યથા—શમિકા અથવા શમિતા, ચંડા અને જાતા. આ રીતે અચ્યુત કલ્પ સુધી કહેવું જોઈએ. હે ભગવન્ ! આ [ભાવ] આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ [ભાવ] આ જ પ્રકારે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક ભવનપતિ દેવોના ઈન્દ્ર અસુરેન્દ્ર અસુરરાજ ચમરથી અચ્યુત દેવલોક સુધીના ઈન્દ્રની પરિષદોનું નિરૂપણ કર્યું છે. ત્રણ પરિષદનું સ્વરૂપ :– ચમરેન્દ્રની ત્રણ પરિષદ છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે. સમિકા—શમિકા, ચંડા અને જાતા. સમિકા :– તેનો સ્વભાવ સ્થિર અને સમભાવી હોવાના કારણે તેને સમિકા કહે છે અથવા પોતાના સ્વામીના કોપ અને આવેશને શાંત કરવાની ક્ષમતા હોવાથી તેને શમિકા કહે છે. તેમ જ ઉદ્ધૃતતા રહિત અને શાંત સ્વભાવી હોવાથી તેને શમિતા પણ કહે છે. ચેંડા :– શમિકાની સમાન મહત્વપૂર્ણ ન હોવાથી તથા સાધારણ કોપાદિના પ્રસંગ પર કુપિત થઈ જવાના કારણે બીજી પરિષદને ચંડા કહે છે.

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584