Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 571
________________ પરિશિષ્ટ-૧ _ ૫૦૯ પરિશિષ્ટ-૧ | (રિહંત વે ળ) શતક-૩ ઉદ્દેશક-ર ૧. પ્રશ્ન- ઉપપાત શય્યામાં જન્મ ધારણ કરતાં જ ચમરેન્દ્ર શક્રેન્દ્રની અશાતના કરવા ગયા ત્યારે કોનું શરણ ગ્રહણ કર્યું હતું? ઉત્તર – ચરમેન્દ્ર પ્રથમ દેવલોકના ઈન્દ્ર શક્રેન્દ્રની અશાતના કરવા ગયા. ત્યારે સંયમ અને તપસાધનામાં લીન છદ્મસ્થ ભગવાન મહાવીરનું શરણ ગ્રહણ કર્યું હતું અને કહ્યું હતું કે હે પ્રભો ! હું આપનું શરણ સ્વીકારીને શક્રેન્દ્રની અશાતના કરવા જાઉં છું." તે સમયે પ્રભુ સુસુમાર નગરની બહાર બારમી ભિક્ષુ પ્રતિમા ધારણ કરીને ધ્યાનમાં લીન હતા. ૨. પ્રશ્ન- માનવની શક્તિ વધારે હોય કે દાનવની? ઉત્તર- સામાન્ય માનવની શક્તિથી દાનવની શક્તિ વધારે હોય, પરંતુ દેવ કે દાનવની શક્તિથી સંયમ–તપથી યુક્ત સંત પુરુષની અલૌકિક શક્તિ કંઈક ગુણી અધિક હોય છે. માટે જ અમરેન્દ્ર મહાત્મા પ્રભુ મહાવીરનું શરણ સ્વીકાર્યું હતું. પ્રશ્ન- આ પરિસ્થિતિમાં અમરેન્દ્ર માટે અન્ય કોનું શરણ સ્વીકાર્ય હોઈ શકે? ઉત્તર- શતક-૩ ઉદ્દેશક–રમાં દર્શાવ્યા અનુસાર ચમરેન્દ્ર માટે તીર્થકર અથવા ભાવિતાત્મા અણગારનું શરણ સ્વીકાર્ય બની શકે. ૪. પ્રશ્ન- શું મૃત્યુલોકમાં જે ચૈત્ય-દેવાલય હોય તેનું શરણ સ્વીકાર્ય બને ? ઉત્તર- હંમેશાં સ્વયંથી અધિક શક્તિમાનનું શરણ સ્વીકાર્ય હોય છે. ઈન્દ્ર તથા સામાન્ય દેવથી તપસ્વી શ્રમણની શક્તિ વિશેષ હોય છે. પરંતુ ત્ય-દેવાલયમાં ચમરેન્દ્રથી અધિક શક્તિની કોઈ શક્યતા નથી કારણ કે કેટલાક ચૈત્ય દેવાધિષ્ઠિત હોય અને કેટલાક તો નામ માત્રના જ હોય છે. જે દેવાધિષ્ઠત હોય તેના અધિષ્ઠતા પલ્યોપમ સુધીની સ્થિતિવાળા કોઈ યક્ષ આદિ હોય છે. જ્યારે અમરેન્દ્ર તો સાગરોપમની સ્થિતિ સંપન્ન, પ્રભાવ સંપન્ન ઈન્દ્ર છે. તેના માટે ચૈત્ય-દેવાલયનું શરણ સ્વીકાર્ય નથી. ૫. પ્રશ્ન- દેવલોકમાં પણ સિદ્ધાયતન અને જિનપ્રતિમા હોય તો શું તેનું શરણ ગ્રાહ્ય છે? ઉત્તર- અમરેન્દ્ર માટે પોતાની રાજધાનીમાં સ્થિત સિદ્વાયતન કે જિનપ્રતિમાના શરણ ગ્રહણનો કોઈ ઉલ્લેખ નથી. જો તેમ જ શક્ય હોય તો તેને જંબુદ્વીપમાં આવીને અરિહંત કે ભાવિતાત્મા અણગારના

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584