Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 565
________________ શતક-૪: ઉદ્દેશક-૯ _ ૫૦૩ શિતક-૪ : ઉદ્દેશક-૯ો OR સંક્ષિપ્ત સાર છROR - આ ઉદ્દેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના વેશ્યાપદના ત્રીજા ઉદ્દેશકના અતિદેશ પૂર્વક મહત્વના વિષયનું સૂચન માત્ર કર્યું છે. * પ્રશ્ન એ છે કે નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક નૈરયિકમાં ઉત્પન્ન થાય છે? * પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા ધૂત્ક્રાંતિ પદના કથનાનુસાર મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવ જ મરીને નરકમાં ઉત્પન્ન થઈ શકે છે, નારકી કે દેવ મરીને નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. પરંતુ આ કથન વ્યવહારનય સાપેક્ષ છે. * સૂત્રકારે અહીં ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર નિશ્ચયનયની અપેક્ષાએ આપ્યો છે કે નૈરયિક જ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, અનૈરયિક-નારક સિવાયની ત્રણે ગતિના જીવી નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે જ્યારે કોઈ પણ જીવ નરકમાં ઉત્પન્ન થતો હોય ત્યારે ઉત્પત્તિના સમયે તેને નરકગતિનું આયુષ્ય જ ઉદયમાં હોય છે. તેથી તે જીવ નૈરયિક કહેવાય છે. પૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાએ તે જીવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય છે, પરંતુ વર્તમાને નૈરયિક હોવાથી નૈરયિક જ નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. * આ રીતે ચારે ગતિના જીવોમાં સમજવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584