Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩: ઉદ્દેશક-૧
_.
૩૮૭ ]
અસુરકમાર દેવ અને દેવીઓ અત્યંત ભયભીત થયા, દુઃખિત થયા, ત્રાસિત થયા, ઉદ્વિગ્ન થયા અને ભયભીત બનીને ચારે તરફ દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા અને એક બીજાને વળગી પડ્યા. જ્યારે તે અસુરકુમાર દેવ–અને દેવીઓને ખબર પડી કે ઈશાનેન્દ્રના કોપથી અમારી રાજધાની આ રીતે તપ્ત થઈ છે, ત્યારે તે સર્વ દેવ-દેવીઓ ઈશાનેન્દ્રની તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવ અને દિવ્ય તેજો વેશ્યાને સહન કરી શક્યા નહીં, તેઓએ દેવેન્દ્ર દેવરાજ ઈશાનની બરાબર સામે ઉપરની તરફ મુખ કરીને બંને હાથના દશે નખો ભેગા થાય તેમ મસ્તક પર અંજલિ કરીને, ઈશાનેન્દ્રને જય-વિજય શબ્દોથી વધાવ્યા અને નિવેદન કર્યું કે "હે દેવાનુપ્રિય! આપને જે દિવ્ય દેવઋદ્ધિ, દેવપ્રભાવ આદિ મળ્યા છે. પ્રાપ્ત થયા છે, સમુખ થયા છે, તેને અમે જોયા. હે દેવાનુપ્રિય! અમે અમારી ભૂલને માટે આપની ક્ષમાયાચના કરીએ છીએ, આપ ક્ષમા પ્રદાન કરો. આપ ક્ષમા કરવા સમર્થ છો. અમે ફરી આ પ્રકારની ભૂલ કરશું નહીં. આ રીતે તેઓએ ઈશાનેન્દ્ર પાસે પોતાના અપરાધને માટે વિનયપૂર્વક ક્ષમા માંગી. અસુરકુમાર દેવદેવીઓએ ક્ષમાયાચના કરવાથી ઈશાનેન્દ્ર તે દિવ્ય દેવઋદ્ધિ આદિને તથા પોતાની છોડેલી તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી.
હે ગૌતમ ! ત્યારથી બલિચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવ અને દેવીઓ, દેવેન્દ્ર દેવરાજ ઈશાનનો આદર વગેરે કરે છે, તેમજ તેની પર્યાપાસના કરે છે અને ત્યારથી તેમની આજ્ઞા, સેવા, આદેશ અને નિર્દેશમાં રહે છે. હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ વગેરેને આ રીતે પ્રાપ્ત કરી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઈશાનેન્દ્રના કોપથી ત્રસ્ત અને ભયભીત બનેલા અસુરકુમાર દેવ-દેવીઓની ક્ષમાયાચનાનું નિરૂપણ છે.
ક્ષમાયાચના કરવાથી ઈશાનેન્દ્રનો કોપ શાંત થયો અને તેણે પોતાની તેજોલબ્ધિનું સંહરણ કરી લીધું. તેથી બલિચંચામાં શાંતિ વ્યાખ થઈ ગઈ. ત્યારથી તે ઉપકારને સ્મૃતિમાં રાખી, અસુરકુમાર દેવદેવીઓ ઈશાનેન્દ્રનો આદર-સત્કારાદિ કરે છે અને આજ્ઞા-નિર્દેશમાં રહે છે. ઈશાનેન્દ્રની સ્થિતિ :|३१ ईसाणस्स णं भंते ! देविंदस्स देवरण्णो केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! साइरेगाइं दो सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સ્થિતિ બે સાગરોપમથી કંઈક અધિક છે. ઈશાનેન્દ્રનું ભાવિ :| ३२ ईसाणे णं भंते ! देविंदे देवराया ताओ देवलोगाओ आउक्खएणं