Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૧૦ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ચતુર્દશીને દિવસે જન્મેલો, કપુર = ગભરાટ રહિત. ભાવાર્થ :- જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમર, ઉપર્યુક્ત પાંચ પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા, ત્યારે તેણે સ્વાભાવિક અવધિજ્ઞાન દ્વારા સૌધર્મકલ્પ સુધી ઉપર જોયું. ત્યાં દેવેન્દ્ર દેવરાજ મઘવા, પાકશાસન, શતકતું, સહસાક્ષ, વજપાણિ, પુન્દર, શક્રને દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા, સૌધર્મ કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં, શક્ર નામના સિંહાસન પર બેસીને દિવ્ય ભોગ ભોગવતા જોયા. તે જોઈને ચમરેન્દ્રના મનમાં આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે અરે ! આ અપ્રાર્થિતપ્રાર્થક અર્થાત્ મરણની ઈચ્છા કરનારા, કુલક્ષણી, હી અને શ્રીથી પરિવર્જિત અર્થાત્ લજ્જા અને શોભાથી રહિત, હીન પુણ્ય ચતુર્દશિક આ કોણ છે? મને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ મળ્યા છે. પ્રાપ્ત થયા છે, સન્મુખ થયા છે, તેમ છતાં કોઈ પણ પ્રકારના હિચકિચાટ વિના અર્થાત્ ક્ષોભ કે સંકોચ વિના મારા મસ્તક પર ભોગ ભોગવતા તે વિચરે છે. આ પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને ચમરેન્દ્ર સામાનિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, "હે દેવાનુપ્રિયો! આ મરણના ઈચ્છુક, મારા માથા પર ભોગ ભોગવનાર કોણ છે?"
ચમરેન્દ્રનો પ્રશ્ન સાંભળીને હૃષ્ટ તુષ્ટ બનેલા તે સામાનિકદેવોએ બંને હાથ જોડીને, શિરસાવર્તિપૂર્વક મસ્તક પર અંજલિ કરીને, અમરેન્દ્રને જય-વિજય શબ્દોથી વધાવ્યા અને પછી આ પ્રમાણે કહ્યું, "હે દેવાનુપ્રિય! આ દેવેન્દ્ર દેવરાજ શક્ર દિવ્ય ભોગ ભોગવતા વિચરે છે. "
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્રની દિવ્ય ઋદ્ધિ જોઈને, અજ્ઞાનવશ કોપિત થયેલા ચમરેન્દ્રનો કોપ પ્રગટ કર્યો છે. શકેન્દ્રના પર્યાયવાચી નામોના વિશેષાર્થ :- ૧. મઘવા– મહામેઘ જેના વશમાં હોય તેને મઘવા કહે છે. ૨.પાકશાસન- પાક નામના શત્રુને શિક્ષા દેનારા અર્થાત્ તેને પરાસ્ત કરનારા. ૩. શતકર્ત– શક્રેન્દ્રના જીવે કાર્તિકના ભવમાં શ્રમણોપાસકની પાંચમી પ્રતિમાનું સો વાર આચરણ કર્યું હતું તેથી તેને શતકતું કહે છે. શતક વિશેષણ સર્વ શક્રેન્દ્રોને માટે નથી.૪. સહસાક્ષ- જેને હજાર આંખ હોય તેને સહસાક્ષ કહે છે. શક્રેન્દ્રના પાંચસો મંત્રી છે. તેનો દષ્ટિકોણ શક્રેન્દ્રને ઉપયોગી થાય છે. તેથી ઔપચારિક રીતે તે સર્વ આંખ શક્રેન્દ્રની જ ગણાય છે. તેથી શક્રેન્દ્રને સહસાક્ષ કહે છે. ૫. પુરન્દર- અસુરાદિના નગરોનો વિનાશ કરનારા હોવાથી તેને પુરંદર કહે છે. હળપુછવા ૩૬ :- જન્મને માટે ચતુર્દશી પવિત્ર દિવસ છે, અત્યંત પુણ્યવાન પુરુષના જન્મ સમયે પૂર્ણ ચતુર્દશી હોય છે, શુક્લપક્ષની ચતુર્દશી પૂર્ણ, પવિત્ર મનાય અને કૃષ્ણપક્ષની ચતુર્દશી અપૂર્ણ, અપવિત્ર મનાય છે તથા જેનું પુણ્ય હીન હોય તેને હનપુણ્ય કહે છે. આ રીતે હીન પુણ્યવાળા અને ચતુર્દશીને દિવસે જન્મેલાને 'હીનપુણ્ય ચાતુર્દશિક' કહે છે. અમરેન્દ્ર આ શબ્દ પ્રયોગ દ્વારા શક્રેન્દ્ર પ્રતિ આક્રોશ પ્રગટ કર્યો છે.