Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
४७४
શ્રી ભગવતી સૂત્ર-૧
શિતક-૩ : ઉદ્દેશક-૭)
ORODર સંક્ષિપ્ત સાર છCROROR
આ ઉદ્દેશકમાં શક્રેન્દ્રના ચાર લોકપાલ, તેના વિમાન, રાજધાની, તેના સેવક દેવો અને તેના કાર્યનું નિરૂપણ છે. * શક્રેન્દ્રના ચાર લોકપાલ છે– સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. તે ચારેના ચાર વિમાન છે– સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંન્વલ અને વલ્થ. તે ચારે વિમાન શક્રેન્દ્રના સૌધર્માવલંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે. તે વિમાન સાડા બાર લાખ યોજન વિસ્તારવાળા છે. તેની રાજધાની તેના વિમાનની બરોબર નીચે ત્રિછાલોકમાં છે. તે જંબુદ્વીપ પ્રમાણ છે. ત્યાં ૧૬,000 યોજન વિસ્તારનું રાજસભા ભવન છે, તેમાં ભવનો-પ્રાસાદોની ચાર પંક્તિઓ છે. ત્યાં ઉપપાત સભા વગેરે નથી.
* સોમ :- સ્વયંના વિમાનવાસી દેવો, વિધુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ, દેવી; ચંદ્ર, સૂર્ય આદિ સર્વ જ્યોતિષી દેવ-દેવી સોમ લોકપાલને આધીન છે; અંગારક, વિકોલિક, લોહિતાક્ષ, શનિશ્વર, ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ, રાહુ આદિ દેવો તેના પુત્ર સ્થાનીય છે. મેરુપર્વતથી દક્ષિણ વિભાગમાં ગ્રહોની અનેક પ્રકારની સ્થિતિ, અભ્રવિકાર, ઉલ્કાપાત, દિગ્દાહ, યક્ષોદીપ્ત, ઝાકળ, ચન્દ્રગ્રહણ, સુર્યગ્રહણ, ઈન્દ્રધનુષ્ય આદિ તેમ જ ગ્રામદાહ આદિ, પ્રાણક્ષય, ધનક્ષય, કુલક્ષય આદિ કાર્યો સોમ લોકપાલની જાણકારીમાં હોય છે.
સોમ લોકપાલની સ્થિતિ ૧–૧૩ પલ્યોપમની અને તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.
* યમ :- સ્વયંના વિમાનવાસી દેવ, પ્રેતકાયિક વ્યંતર દેવ, અસુરકુમાર જાતિના ભવનપતિ દેવ, દેવી, પરમાધામી દેવ, કંદર્ષિક, આભિયોગિક દેવ, યમ લોકપાલની અધીનતામાં હોય છે. પંદર પરમાધામી દેવ તેના પુત્રસ્થાનીય છે.
મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં થતાં યુદ્ધ, કલહ, સંગ્રામ, વિવિધ રોગ, યક્ષ, ભૂત આદિના ઉપદ્રવ, મહામારી આદિ અને તેનાથી થતાં ગ્રામક્ષય, કુલક્ષય, ધનક્ષય આદિ કાર્યો યમ લોકપાલથી અજ્ઞાત નથી.
તેની સ્થિતિ સોમલોકપાલની સમાન છે.
* વરુણ – સ્વયંના વિમાનવાસી દેવ, નાગકુમાર, ઉદધિકુમાર, સ્વનિતકુમાર જાતિના દેવ, દેવી વરુણ