Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક–૩ઃ ઉદ્દેશક-૫
૪૫૭ |
ઉત્તર- હે ગૌતમ ! યુવતી યુવાનના દષ્ટાંતે તથા આરાઓથી યુક્ત ચક્રની ધુરીના દષ્ટાંતે ભાવિતાત્મા અણગાર વૈક્રિય સમુઘાતથી સમવહત થઈને સંપૂર્ણ એક જંબૂદ્વીપને, અનેક સ્ત્રીરૂપો દ્વારા આકીર્ણ, વ્યતિકીર્ણ કરી શકે છે. તે રૂપો દ્વારા જંબૂદ્વીપને ઠસોઠસ ભરી શકે છે. હે ગૌતમ! ભાવિતાત્મા અણગારનો આ વિષય માત્ર છે. પરંતુ આટલી વિક્રિયા ક્યારે ય કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં, આ રીતે ક્રમપૂર્વક સ્કંદમાનિકાદિ સંબંધી રૂપ બનાવવા સુધીનું કથન કરવું જોઈએ. | ४ से जहाणामए केइ पुरिसे असि-चम्मपायं गहाय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा असि-चम्मपायहत्थ-किच्चगएणं अप्पाणेणं उड्ढे वेहासं ૩ખફના ? હતા, ૩પ્પના !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ હાથમાં તલવાર અને ઢાલ અથવા મ્યાન લઈને જાય છે, શું તે રીતે કોઈ ભાવિતાત્મા અણગાર પણ તે પુરુષની જેમ કોઈ કાર્યને સિદ્ધ કરવા માટે સ્વયં આકાશમાં ઊંચે ઊડી શકે છે?
ઉત્તર- હા, ગૌતમ ! ઊડી શકે છે. ५ अणगारे णं भंते ! भावियप्पा केवइयाइं पभू, असिचम्मपायहत्थकिच्चगयाई रूवाई विउव्वित्तए ?
गोयमा ! से जहाणामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, तं चेव जाव विउव्विसु वा विउव्वंति वा विउव्विस्संति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભાવિતાત્મા અણગાર તલવાર અને ઢાલ ગ્રહણ કરેલા પુરુષની સમાન કેટલા રૂપ બનાવી શકે છે?
ઉત્તર- હે ગૌતમ ! યુવતી યુવાનના દષ્ટાંતે સંપૂર્ણ એક જંબુદ્વીપને ઠસોઠસ ભરી શકે છે. પરંતુ ક્યારે ય આટલા વૈક્રિયરૂપો બનાવ્યા નથી, બનાવતા નથી અને બનાવશે પણ નહીં.
६ से जहा णामए केइ पुरिसे एगओपडागं काउंगच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा एगओपडागाहत्थकिच्चगएणं अप्पाणेणं उड्ढे वेहासं उप्पएज्जा? हंता गोयमा ! उप्पएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કોઈ પુરુષ, હાથમાં એક પતાકા લઈને ગમન કરે છે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ હાથમાં પતાકા લીધેલા પુરુષની સમાન રૂપ બનાવીને સ્વયં આકાશમાં ઉપર ઊડી શકે છે?