Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
[૨૫]
મુનિ જીવન :- સૂત્રમાં વર્ણિત સ્કંદક અણગારની મુનિ જીવનની સાધના પરથી જૈનમુનિની એક જીવંત પ્રતિમા ઉપસ્થિત થાય છે. મુનિજીવનના બાહ્ય અને આંતરિક બંને સ્વરૂપે પ્રગટ થાય છે. ચાલવું, બેસવું આદિ છ ક્રિયાઓ જીવન યાત્રાની સામાન્ય પ્રવૃત્તિ છે. પરંતુ તે જ પ્રવૃત્તિ સંયમપૂર્વક–જતનાપૂર્વક થાય ત્યારે તેને સમિતિ કહેવાય છે.
સાધનાક્ષેત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેનો સમન્વય અપેક્ષિત છે. પ્રવૃત્તિ વિના જીવનયાત્રા થતી નથી અને નિવૃત્તિ વિના પ્રવૃત્તિમાં ઉત્પન્ન થયેલી સમસ્યાનું સમાધાન થતું નથી. તેથી જ મુનિ જીવનમાં સમિતિ અને ગુપ્તિ બંનેનું મહત્વ છે. સમિતિ-સમ્યક પ્રવૃત્તિને અને ગુપ્તિ-નિવૃત્તિને સૂચિત કરે છે. મુનિ ઈર્યા આદિ પાંચ સમિતિ તેમજ મન, વચન અને કાયાની સમિતિથી યુક્ત હોય અને ત્રણે યોગનો નિગ્રહ કરીને, મન ગુપ્ત, વચનગુપ્ત અને કાયગુપ્ત હોય છે. તે ઉપરાંત મુનિ જીવનને પવિત્ર અને વિશુદ્ધ બનાવનાર અન્ય આવશ્યક ગુણોને પણ અહીં પ્રગટ કર્યા છે. યથા-ગુપ્તબ્રહ્મચારી, ત્યાગી, અધર્મના કાર્યમાં લજ્જાવાન, ક્ષમાપ્રધાન, જિતેન્દ્રિય, અનિદાની, આકાંક્ષા કે ઉત્સુકતા રહિત, સંયમમાં રત, આદિ ગુણોનું પ્રગટીકરણ તે જ મુનિ જીવનની સાધના છે. તેમજ અંતિમ પદ છે કે રૂાનેવ ગાથે પાવય પુરો જાઉં વિહરા આ નિગ્રંથ પ્રવચનને જીવન સમક્ષ રાખીને અર્થાત્ નિગ્રંથ પ્રવચનાનુસાર તે સમગ્ર જીવનને વહન કરે છે. અહીં સંપૂર્ણ શ્રદ્ધા સાથે પૂર્ણ સમર્પણ ભાવ પ્રગટ થયો છે.
આ રીતે જૈનમુનિ કેવા હોય? તેનો જીવન વ્યવહાર કેવો હોય? તેનું સર્વાગીણ ચિત્ર અહીં પ્રગટ થયું છે. સ્જદક અણગારની તપારાધના :४५ तए णं समणं भगवं महावीरे कयंगलाओ णयरीओ छत्त पलासयाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ। ભાવાર્થ :- તત્પશ્ચાત્ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૃદંગલા નગરીના છત્રપલાશક ઉદ્યાનમાંથી નીકળ્યા અને બહારનાં અન્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. |४६ तए णं से खदए अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया! मा पडिबंधं ।
तए णं से खंदए अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे इढे जाव णमंसित्ता मासियं भिक्खुपडिम उवसंपज्जिताणं विहरइ।