Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૧
હે ગૌતમ ! સ્કંદક દેવ ત્યાનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થવા પર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને, સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે. શ્રી સ્કંદકનું જીવન વૃત્તાંત પૂર્ણ થયું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રદ્રયમાં સમાધિમરણને પ્રાપ્ત સ્કંદકમુનિની ભાવિ ગતિના સંબંધમાં શ્રી ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પ્રશ્ન પૂછ્યા અને પ્રભુએ તેના ઉત્તર આપ્યા છે. ભગવાને સમાધિમરણને પ્રાપ્ત સ્કંદક મુનિની ગતિ (ઉત્પતિ) અચ્યુતકલ્પ દેવલોકમાં બતાવી છે અને ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈને, સિદ્ધિ–મુક્તિગમનનું કથન કર્યું છે.
૭૮
આયુષ્ય શય, ભવાય અને સ્થિતિશય ઃ– શ્રી ઠાણાંગ સૂત્રમાં આયુબંધના છ પ્રકાર કહ્યા છે. ગતિનામ નિધત્તાયુ, જાતિનામનિધત્તાયુ, સ્થિતિનામ નિધત્તાયુ, અવગાહના નામ નિધત્તાયુ, પ્રદેશ નામ નિધત્તાયુ, અને અનુભાગ નામ નિધત્તાયુ.
આયુષ્યક્ષય :– પ્રદેશાયુનો ક્ષય. આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય થવો.
ભવક્ષય ઃ– ગતિ અને જાતિના અનુબંધનો ક્ષય થવો.
ઃ–
સ્થિતિશય :– આયુષ્યકર્મની કાલ મર્યાદા અર્થાત્ સ્થિતિનો ક્ષય થવો. આયુષ્યના પ્રદેશોની સમાપ્તિ સાથે જ આ સર્વ સમાપ્ત થઈ જાય છે.
શંકા- દ્વાદશાંગી શાસ્ત્રોની રચના ગણધર ભગવંત શાસનનાં પ્રારંભમાં જ કરે છે તો તે પછી ભગવાન મહાવીરના શાસનકાળમાં થયેલ સ્કંદક અણગારનું વર્ણન અહીં ભગવતી સૂત્રમાં કઈ રીતે હોઈ શકે ? સમાધાન– ભગવાન મહાવીરના નિર્વાણ પછી પાંચમા ગણધર સુધર્મા સ્વામીએ ભગવાન મહાવીરના શાસનના આરાધકોનું જીવન કેટલાક શાસ્ત્રોમાં યોગ્ય સ્થળે આવરી લીધું હોય કે સંપાદિત કર્યું હોય, તેમ સંભવિત છે. જેમ કે ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણિત આનંદાદિ દશે શ્રાવક ભગવાન મહાવીરના શાસનમાં થયા હતા અને જેઓએ અગિયાર અંગનું અધ્યયન પણ કર્યું હતું. તેમજ ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, જ્ઞાતા સૂત્ર, અંતગઢ સૂત્ર, અનુત્તરોપપાતિક સૂત્ર, વિપાક સૂત્ર આદિ ઘણાં શાસ્ત્રોમાં આ પ્રકારનું વર્ણન ઉપલબ્ધ છે. તે બધાનું સમાધાન ઉપરોક્ત પ્રકારે થઈ શકે છે.
શંકા—બીજો પ્રશ્ન એ છે કે સુધર્મા સ્વામી પછીની પણ ઘટનાઓનો ઉલ્લેખ કોઈ સ્થળે શાસ્ત્રોમાં છે તે કઈ રીતે હોઈ શકે ?
સમાધાન– વીર નિર્વાણના એક હજાર વર્ષ પછી આચાર્ય દેવપિંગલ ક્ષમાશ્રમની નેશ્રામાં ઉપલબ્ધ