Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૧
सत्ताणउ य जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं सव्वप्पमाणं वेमाणियप्पमाणस्स અહં નેયાં । [સમા સુહમ્મા, ઉત્તર પુસ્થિમેળ નિળધર, તતોવવાયસી, હરો, अभिसेय, अलंकारो जहा विजयस्स । ]
[उववाओ संकप्पो, अभिसेय विभूसणा य ववसाओ । अच्चणिय सिद्धायण गमो वि य चमर परिवार इड्डत्तं ॥ ]
૩૨૪
ભાવાર્થ :- તે તિગિચ્છકૂટ નામના ઉત્પાત પર્વતનો ઉપરનો ભૂ–ભાગ અત્યંત સપાટ અને રમણીય છે. તેનું વર્ણન જાણવું. તે અત્યંત સમ–સપાટ અને રમણીય ઉપરી ભૂમિભાગની બરોબર મધ્યભાગમાં એક મહાન પ્રાસાદાવતંસક[શ્રેષ્ઠ મહેલ] છે. તેની ઊંચાઈ ૨૫૦ યોજન અને તેનો વિષ્ફભ ૧૨૫ યોજન છે. અહીં તે પ્રાસાદનું વર્ણન કરવું જોઈએ તથા પ્રાસાદની ઉપરની ભૂમિ–અટ્ટાલિકાનું વર્ણન કરવું જોઈએ. પ્રાસાદમાં આઠ યોજનની મણિપીઠિકા છે. ત્યાં ચમરેન્દ્રના સિંહાસનનું તથા પરિવારનું વર્ણન કરવું જોઈએ.
તે તિગિચ્છકૂટની દક્ષિણ દિશા તરફ અરુણોદય સમુદ્રમાં ૬૫૫,૩૫,૫૦,૦૦૦ યોજન [છસો પંચાવન કરોડ, પાંત્રીસ લાખ પચાસ હજાર યોજન] તિરછા ગયા પછી નીચે રત્નપ્રભા પૃથ્વીના ૪૦,૦૦૦ યોજન ભાગ નીચે ઉતરતા, ત્યાં અસુરકુમારના ઈન્દ્ર–રાજા ચમરની ચમરચંચા નામની રાજધાની છે. તે રાજધાનીની લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજન છે. તે રાજધાની જંબુદ્રીપ પ્રમાણ છે. તેનો પ્રાકાર [કોટ] ૧૫૦ યોજન ઊંચો છે. તેનો વિષ્ફભ મૂળમાં ૫૦ યોજન અને ઉપરના ભાગમાં સાડાબાર યોજન છે. તેના કાંગરાની લંબાઈ અર્ધો યોજન, પહોળાઈ એક કોસ અને ઊંચાઈ અર્ધા યોજનથી કંઈક ન્યૂન છે. તેની એક એક ભૂજામાં [પ્રત્યેક બાજુએ] ૫૦૦–૫૦૦ દરવાજા છે. તેની ઊંચાઈ ૨૫૦ યોજન છે. તેની પહોળાઈ ઊંચાઈ કરતાં અર્ધી અર્થાત્ ૧૨૫ યોજનની છે. ઉપકારિકાલયણ(રાજભવન ક્ષેત્ર)ની લંબાઈ— પહોળાઈ ૧૬,૦૦૦ યોજનની અને તેનો પરિક્ષેપ ૫૦,૫૯૭ (પચાસ હજાર, પાંચસો સત્તાણુ)યોજનથી કંઈક ન્યૂન છે. અહીં સમગ્ર પ્રમાણ વૈમાનિકોના પ્રમાણથી અર્ધું સમજવું જોઈએ.
[ઉત્તર–પૂર્વમાં સુધર્મા સભા, તત્પશ્ચાત્ ઉપપાત સભા, હૃદ, અભિષેક સભા અને અલંકાર સભા ઈત્યાદિ આ સર્વ વર્ણન વિજય વિમાનની સમાન જાણવું જોઈએ.
ગાથાર્થ— ઉપપા તત્કાલ ઉત્પન્ન દેવનો] સંકલ્પ, અભિષેક, વિભૂષા, વ્યવસાય, અર્ચનિકા, સંબંધી ગમક તથા ચમરેન્દ્રનો પરિવાર અને તેની ઋદ્ધિ સંપન્નતા આદિ વર્ણન અહીં સમજવું.] નોંધ— કોષ્ટકાંતર્વતી પાઠ અનેક પ્રતોમાં નથી. વિશ્વભારતી લાડનું પ્રકાશિત પ્રતમાં મૂળ અને ટિપ્પણમાં પણ આ પાઠ નથી. મહાવીર જૈન વિદ્યાલય મુંબઈથી પ્રકાશિત પ્રતમાં આ પાઠ કોષ્ટકમાં આપી ટિપ્પણ લખેલ છે કે એક પ્રત સિવાય બીજી કોઈ પ્રતમાં આ પાઠ નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રો દ્વારા ઉત્પાત પર્વત અને સમુદ્રના અવગાહન પછી અધોલોકમાં આવતી ચમરેન્દ્રની રાજધાની ચમરચંચાનું વિસ્તૃત વર્ણન છે.