Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत- 3 : उद्देश-१
393
दिव्वे देवाणुभागे किण्णा लद्धे ? किण्णा पत्ते ? किण्णा अभिसमण्णागए ? के वा एस आसी पुव्वभवे ? किंणामए वा ? किंगोत्ते वा ? कयरंसि वा गामंसि व णगरंसि वा जाव सण्णिवेसंसि वा ? किं वा सोच्चा ? किं वा दच्चा ? किं वा भोच्चा? किं वा किच्चा ? किं वा समायरित्ता ? कस्स वा तहारूवस्स वा समणस्स वा, माहणस्स वा अंतिए एगमवि आरियं, धम्मियं सुवयणं सोच्चा, णिसम्म ? जंणं ईसाणं देविंदेणं देवरण्णा सा दिव्वा देविड्डी जाव अभिसमण्णागया ?
एवं खलु गोयमा ! तेणं कालेणं, तेणं समएणं इहेव जंबूदीवे दीवे, भारहे वासे, तामलित्ती णामं णयरी होत्था, वण्णओ । तत्थ णं तामलित्तीए णयरीए तामली णामं मोरियपुत्ते गाहावई होत्था - अड्डे, दित्ते जाव बहुजणस्स अपरिभू यावि होत्था । तए णं तस्स मोरियपुत्तस्स तामलिस्स गाहावइस्स अण्णया कयाइं पुव्वरत्तावरत्तकालसमयंसि कुटुंबजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - अत्थि ता मे पुरा पोराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं कल्ला - फलवित्तिविसेसे, जेणाहं हिरण्णेणं वड्डामि, सुवण्णेणं वड्डामि, धणेणं वड्डामि, धण्णेणं वड्डामि, पुत्तेहिं वड्डामि, पसूहिं वड्डामि, विपुलधण - कणग- रयणमणि- मोत्तियं-संख - सिलप्पवाल - रत्तरयण-संतसारसावएज्जेणं अई अईव अभिवड्डामि ।
AGEार्थ :- सुचिण्णाणं उत्तम खायार पाणीने, सुपरिक्कंताणं श्रेष्ठ पराभथी, कल्लाणफलवित्तिविसेसो = छुट्याएडारी इन विशेष.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવ પ્રભાવ કઈ રીતે મળ્યો, પ્રાપ્ત થયો, અભિસમન્વાગત–સન્મુખ થયો ? આ ઈશાનેન્દ્ર પૂર્વભવમાં કોણ હતા ? તેનું નામ શું હતું ? તેનું ગોત્ર કયુ હતું ? તે કયા ગામ, નગર, સન્નિવેશ આદિમાં રહેતા હતા ? તેણે શું સાંભળ્યું? શું આપ્યું? શું ભોગવ્યું ? શું કર્યું ? શું આચરણ કર્યું ? કયા તથારૂપના શ્રમણ અથવા માહણ પાસેથી એક પણ આર્ય અને ધાર્મિક વચન સાંભળ્યું હતું ? ધારણ કર્યું હતુ ? જેથી દેવેન્દ્ર દેવરાજ ઈશાનને આ દિવ્ય દેવઋદ્ધિ વગેરે મળ્યા છે, પ્રાપ્ત થયા છે અને સમ્મુખ આવ્યા છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે કાલે, તે સમયે આ જંબૂદ્દીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તી નામની નગરી હતી, તેનું વર્ણન જાણવું. તે તામ્રલિપ્તી નગરીમાં તામલી નામના મૌર્યપુત્ર [મૌર્યવંશમાં ઉત્પન્ન]ગૃહપતિ રહેતા હતા. તે તામલી ગૃહપતિ ધનાઢય અને દીપ્તિવાન વગેરે ગુણોથી યુક્ત હતા. તે અનેક મનુષ્યો દ્વારા અપરાજિત હતા. કોઈ એક સમયે તે મૌર્યપુત્ર તામલી ગૃહપતિને રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ