Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨: ઉદ્દેશક-૧
_.
[ ૨૩૩ ]
| શતક-ર : ઉદ્દેશક-૧ ORROR સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં પાંચ સ્થાવર જીવોના શ્વાસોચ્છવાસ, મડાઈ અણગારની મુક્તિ અને અમુક્તિ તેમજ સ્કંદક અણગારનું વિસ્તૃત જીવનચરિત્ર અંકિત છે. * જે રીતે ત્રસ જીવ આવ્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસ લે છે અને મૂકે છે, તે જ રીતે પાંચે સ્થાવરના જીવોની પણ શ્વાસોચ્છવાસની ક્રિયા નિરંતર ચાલુ જ છે. તે જીવો દ્રવ્યથી અનંતપ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાલથી કોઈ પણ સ્થિતિના પુલો અને ભાવથી અનંત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે. જો વ્યાઘાત ન હોય તો છ દિશાના અને વ્યાઘાત હોય તો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી પુગલોને ગ્રહણ કરે છે. * વાયુકાયના જીવો પણ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે. તે પુદ્ગલો અચિત્ત હોય છે. વાયુકાયના જીવો સ્વકાયશસ્ત્ર અથવા પરકાયશસ્ત્ર સાથે સ્પષ્ટ થઈને મરે છે, સ્પષ્ટ થયા વિના મરતા નથી. જીવ જ્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે તૈજસ-કાશ્મણ આદિ સૂક્ષ્મ શરીરની અપેક્ષાએ શરીર સહિત અને ઔદારિકાદિ સ્થૂલ શરીરની અપેક્ષાએ શરીર રહિત જાય છે. વાયુકાયને ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. વાયુકાય મરીને વાયુકાયમાં અસંખ્યાત કાળ પર્યત જન્મ મરણ કરે છે.
* મડાઈ અણગાર– અચિત્તભોજી અણગાર પણ જ્યાં સુધી ભવપ્રપંચનો નિરોધ ન કરે ત્યાં સુધી તેનું પ્રાણ, ભૂત, જીવ, સત્વ, વિજ્ઞ અને વેદ શબ્દથી કથન કરાય છે. જ્યારે તે ભવપ્રપંચનો સર્વથા નાશ કરે ત્યારે જ તે મુક્ત થાય છે. જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તેને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત કે અંતકૃત કહેવાય છે.
શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલી પરિવ્રાજકના શિષ્ય, ગૌતમ સ્વામીના પૂર્વમિત્ર સ્કંદ પરિવ્રાજક હતા. જેઓ પિંગલ શ્રાવકના પાંચ પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. પાંચ પ્રશ્ન- (૧) લોક સાંત છે કે અનંત (૨) જીવ સાંત છે કે અનંત (૩) સિદ્ધ સાંત છે કે અનંત (૪ત્ર) સિદ્ધિ સાંત છે કે અનંત (૫) કયા મરણથી મરતા જીવ સંસારને વધારે છે અને કયા મરણથી મરતા જીવ સંસારને ઘટાડે છે.
પ્રશ્નોના સમાધાનના લક્ષે અંદક અણગારને પ્રભુ મહાવીરનો સમાગમ થયો. પ્રભુની સર્વજ્ઞતાથી તેઓ પ્રભાવિત થયા અને પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરી પ્રભુ સમીપે સંયમ સ્વીકાર કર્યો. તપ સંયમની સાધના કરી અંતે સંથારાપૂર્વક કાળધર્મ પામી અંધક અણગાર બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થશે.