Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
[ ૨૪૫ ]
कच्चायणसगोत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता खंदगं कच्चायणसगोत्तं इणमक्खेवं पुच्छे- मागहा ! किं सअंते लोए, अणते लोए ? सअंते जीवे, अणंते जीवे? सअंता सिद्धि, अणंता सिद्धी? सअंते सिद्धे अणते सिद्धे ? केण वा मरणेणं मरमाणे जीवे वड्डइ वा, हायइ वा? एतावताव आयक्खाहि । वुच्चमाणे एवं। શબ્દાર્થ – આયRવાદિ = કહો, રૂખમરવે = આક્ષેપપૂર્વક, પરિવલ = નિવાસ કરતા હતા. ભાવાર્થ :- શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક- ભિગવાન મહાવીરનાં વચનોને સાંભળવામાં રસિક] પિંગલ નામનાનિગ્રંથ રહેતા હતા. એકદા તે વૈશાલિક શ્રાવકપિંગલનિગ્રંથ, જ્યાં કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજક હતા, ત્યાં તેની પાસે આવ્યા અને આક્ષેપપૂર્વક– કાત્યાયનગોત્રીય સ્કંદકને પૂછ્યું- હે માગધ ! [મગધ દેશમાં જન્મેલા] (૧) લોક સાન્ત-અંત સહિત છે કે અનંત-અંત રહિત છે? (૨) જીવ સાત્ત છે કે અનંત છે? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત છે? (૪) સિદ્ધ સાન્ત છે કે અનંત છે? (૫) કયા મરણથી મરતો જીવ સંસારને વધારે છે? અને કયા મરણથી મરતો જીવ સંસારને ઘટાડે છે? આ પ્રશ્નોના તો ઉત્તર આપો. તેના ઉત્તર પ્રાપ્ત થયા પછી અન્ય પ્રશ્ન પૂછશું.
२० तए णं से खंदए कच्चायणसगोत्ते पिंगलएणं णियंठेणं वेसालियसावएणं इणमक्खेवं पुच्छिए समाणे संकिए, कंखिए, वितिगिच्छिए, भेदसमावण्णे, कलुससमावण्णे णो संचाएइ पिंगलयस्स णियंठस्स, वेसालियसावयस्स किंचि वि पमोक्खमक्खाइडं, तुसिणीए संचिट्ठइ । ભાવાર્થ :- આ રીતે તે કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રંથે આક્ષેપપૂર્વક પૂર્વોક્ત પ્રશ્ન પૂછ્યા, ત્યારે સ્કંદક પરિવ્રાજક શંકાગ્રસ્ત થયા. [આ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે જ હશે કે અન્ય હશે તેમ શંકિત થયા.] [આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આપું?] મને આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આવડશે? આ પ્રકારની કક્ષા ઉત્પન્ન થઈ. તેના મનમાં વિચિકિત્સા ઉત્પન્ન થઈ કે હું જે ઉત્તર આપીશ તેનાથી પ્રશ્નકર્તાને સંતોષ થશે કે નહિ? તેની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન થયો કે હું શું કરું? તેના મનમાં કાલુષ્ય-(ક્ષોભ) ઉત્પન્ન થયો કે હું આ વિષયમાં કાંઈ જ જાણતો નથી. તેથી તે તાપસ, વૈશાલિક શ્રાવક પિંગલનિગ્રંથના પ્રશ્નોનો કંઈ પણ ઉત્તર આપી શક્યા નહીં અને મૌન રહા.
२१ तए णं से पिंगलाए णियंठे वेसालियसावए, खंदयं कच्चायणसगोत्तं दोच्चं पि तच्चं पि इणमक्खेवं पुच्छे- मागहा ! किं सअंते लोए जाव केण वा मरणेणं मरमाणे जीवे वड्डइ वा, हायइ वा ? एतावं ताव आइक्खाहि । वुच्चमाणे एवं । ભાવાર્થ :- તત્પશ્ચાતુ તે વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રંથે, કાત્યાયનગોત્રીય સ્કંદક પરિવ્રાજકને બે વાર, ત્રણ વાર તે જ પ્રશ્નો આક્ષેપપૂર્વક પૂછ્યા, હે માગધ ! લોક સાત્ત છે કે અનંત? કેવા પ્રકારના