Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
३७ से किं तं पाओवगमणे ? पाओवगमणे दुविहे पण्णत्ते, तं जहाणीहारिमे य, अणीहारिमे य । णियमा अप्पडिकम्मे । से तं पाओवगमणे। ભાવાર્થ – પ્રશ્ન- પાદપોપગમન[મરણ શું છે?
ઉત્તર- પાદપોપગમન મરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નિર્ધારિમ(જેની અંત્યેષ્ટિ ક્રિયા કરાય) અને અનિહરિમ(જેની અંત્યેષ્ટિ ક્રિયા ન કરાય). આ બંને પ્રકારના પાદપોપગમન મરણ નિયમો અપ્રતિકર્મ હોય છે. આ પાદપોપગમન મરણનું સ્વરૂપ છે. | ३८ से किं तं भत्तपच्चक्खाणे ? भत्तपच्चक्खाणे दुविहे पण्णत्ते, तं जहाणीहारिमे य, अणीहारिमे य । णियमा सपडिकम्मे, से तं भत्तपच्चक्खाणे ।
इच्चेएणं खंदया ! दुविहेणं पंडियमरणेणं मरमाणे जीवे अणंतहिं णेरइयाभवग्गहणेहि अप्पाणं विसंजोएइ जाव वीईवयइ । से तं मरमाणे हायइ । से तं पंडियमरणे । ___इच्चेएणं खंदया ! दुविहेणं मरणेणं मरमाणे जीवे वड्डइ वा, हायइ वा । ભાવાર્થ - પ્રશ્ન- ભક્ત પ્રત્યાખ્યાન [મરણ શું છે?
ઉત્તર- ભક્ત પ્રત્યાખ્યાન મરણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– નીહારિમ અને અનીહારિમ. આ બંને પ્રકારના ભક્ત પ્રત્યાખ્યાન નિયમા સપ્રતિકર્મ હોય છે. આ ભક્ત પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે.
હે કુંદક! આ બંને પ્રકારનાં પંડિત મરણથી મરતો જીવ, આત્માનું નારકાદિ અનંતભવો સાથે અનુસંધાન કરતો નથી. તે સંસારરૂપ અટવીનું ઉલ્લંઘન કરી જાય છે. આ રીતે બંને પ્રકારનાં પંડિતમરણથી મરતો જીવ સંસારને ઘટાડે છે, આ પંડિતમરણનું સ્વરૂપ છે.
હે અંદક! આ બે પ્રકાર બાલમરણ અને પંડિતમરણ)ના મરણથી મરતો જીવ સંસારને (ક્રમશ:) વધારે છે અને ઘટાડે છે. વિવેચન :
ઉપરોક્ત સૂત્રોમાં સ્કંદક સંન્યાસીના પાંચ પ્રશ્નોના ઉત્તરો છે, જેમાં અનેકાંત દષ્ટિકોણ પ્રતીત થાય છે. (૧) લોક સાત પણ છે અને અનંત પણ છે - દ્રવ્યથી એક અને ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાત્મક હોવાથી સાંત છે અને કાળથી તેનું સૈકાલિક અસ્તિત્વ હોવાથી અને ભાવથી તેની વર્ણાદિ અનંત પર્યાયો હોવાથી અનંત છે. લોક જીવ અને અજીવ દ્રવ્યોથી યુક્ત છે. પ્રસ્તુત સૂત્રમાં નોરતે રૂતિ તો જે દેખાય છે