Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૧
સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસ વાયુરૂપ હોય છે. તેથી વાયુકાયથી અતિરિક્ત પૃથ્વી, જલ, તેજ અને વનસ્પતિ તો વાયુકાયને શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે, પરંતુ વાયુકાય, સ્વયં વાયુરૂપ છે તો તેને શ્વાસોચ્છ્વાસના રૂપમાં શું બીજા વાયુની આવશ્યક્તા રહે છે ? આવી જિજ્ઞાસા અને કુતૂહલથી વાયુકાય માટે પુનઃ સ્વતંત્ર પ્રશ્ન કર્યો છે.
૨૪૦
તેનું સમાધાન એ છે કે 'વાયુકાય વાયુકાયનો શ્વાસ લે છે.' પરંતુ શ્વાસરૂપમાં ગ્રહણ કરાતો વાયુ અચિત્ત છે અર્થાત્ તે શ્વાસોચ્છ્વાસ યોગ્ય પૌદ્ગલિક વર્ગણા છે. એક વાયુકાયના જીવ બીજા વાયુના જીવને શ્વાસરૂપે ગ્રહણ કરતા નથી. 'વાયુકાય' શબ્દનો પ્રયોગ બે અર્થમાં થાય છે. (૧) પાંચ સ્થાવરમાં ચોથી કાય, વાયુરૂપ જીવોનો સમૂહ (૨) ઉચ્છ્વાસ–નિઃશ્વાસરૂપ, શ્વાસોચ્છ્વાસ વર્ગણારૂપ અચિત્ત વાયુ.
તે
વાયુકાય આદિની કાયસ્થિતિ :– પૃથ્વીકાય, અપકાય, તૈજસકાય અને વાયુકાય તે ચારની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ છે તથા વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પ્રમાણ છે.
વાયુકાયનું મરણ સ્પૃષ્ટ થઈને જ થાય :– વાયુકાય સ્વકાયશસ્ત્રથી અથવા પરકાય શસ્ત્રથી સ્પષ્ટ થઈને [ટકરાઈને] મરણ પામે છે, અસ્પૃષ્ટ થઈને નહિ. આ સૂત્ર સોપક્રમી—નિમિત્ત મળતાં આયુષ્ય તૂટે તેવા આયુષ્યવાળા જીવોની અપેક્ષાએ છે.
મડાઈ નિગ્રંથોના ભવભ્રમણ અને ભવાન્તકરણ ઃ
११ मडाई णं भंते ! णियंठे णो णिरुद्धभवे, णो णिरुद्धभवपवंचे, णो पहीणसंसारे, णो पहीणसंसारवेयणिज्जे, णो वोच्छिण्णसंसारे, णो वोच्छिण्णसंसारवेयणिज्जे, जो णिट्ठियट्ठे णो णिट्ठियट्ठकरणिज्जे पुणरवि इत्थत्थं हव्वमागच्छइ ?
हंता गोयमा ! मडाई णं णियंठे जाव पुणरवि इत्थत्थं हव्वमागच्छइ । શબ્દાર્થ :- મહા= અચિત્તભોજી, મૃતભોજી, સચિત્ત ત્યાગી, મુળરવિ ત્ત્વત્થ = ફરીથી આ જ ભવમાં, ફરી મનુષ્ય રૂપે. ભાવાર્થ :પ્રશ્ન- હે ભગવન્ ! જેણે સંસારનો નિરોધ કર્યો નથી, સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો નથી, જેનો સંસાર ક્ષીણ થયો નથી, જેનું સંસાર–વેદનીય કર્મ ક્ષીણ થયું નથી, જેનો સંસાર વ્યચ્છિન્ન (નાશ) થયો નથી, જેનું સંસાર–વેદનીય કર્મ વ્યચ્છિન્ન થયું નથી, જે નિષ્ઠિતાર્થ [સિદ્ધપ્રયોજન–કૃતાર્થ] થયા નથી, જેનું કાર્ય સમાપ્ત થયું નથી, એવા અચિત્તભોજી (નિર્દોષ આહાર કરનાર) અણગાર પુનઃ આ તિર્યંચ, મનુષ્ય આદિ ભવો પ્રાપ્ત કરે છે ?
ઉત્તર– હા, ગૌતમ ! પૂર્વોક્ત સ્વરૂપવાળા અચિત્તભોજી નિગ્રંથ પુનઃ આ તિર્યંચ, મનુષ્યાદિ