Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક-૧: ઉદ્દેશક-૯
[ ૨૧૧]
કાલાચષિ પુત્ર અણગાર
પ્રભુ પાર્શ્વનાથની પરંપરામાં કાલાસ્યષિ પુત્ર નામક અણગાર વિચરણ કરતાં હતા. એકવાર તેઓએ પ્રભુ મહાવીરના સ્થવિરો પાસે આવી, આક્ષેપાત્મક પ્રશ્નો પૂછી, પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી. સામાયિક, પચ્ચખ્ખાણ, સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગ શું છે?
સ્થવિરોએ નિશ્ચયનયથી પ્રત્યુત્તર આપ્યો- સામાયિક, પચ્ચખ્ખાણ આદિ આત્મા રૂપ છે અને આત્મા જ તેનું ફળ છે. સામાયિક આદિ ભાવો આત્માના ગુણને પ્રગટ કરે છે. ગુણ ગુણીમાં (આત્મામાં) જ રહે છે. ગુણ અને ગુણીમાં કથંચિત્ અભેદ છે. આત્મગુણોની પ્રાપ્તિ માટે જ સામાયિક આદિ કરાય છે. તેથી તેનું ફળ પણ આત્મા જ છે.
પ્રતિપ્રશ્ન- આત્માના ભાવો આત્મરૂપ હોય તો ક્રોધાદિની ગહ શા માટે?
સમાધાન- ક્રોધાદિ આત્માના જ ભાવ હોવા છતાં તે વિભાવ છે. તેની નિંદા, ગહ આદિથી વિભાવનોદોષનો નાશ થાય અને સ્વભાવભૂત ક્ષમાદિ આદિ આત્મગુણો પ્રગટ થાય છે.
વિરોના ઉત્તરથી કાલાસ્યવેષી પુત્ર અણગારની શંકાનું સમાધાન થયું. તેમણે સ્થવિરો પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરી, ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરી, પંચમહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કર્યો અને અનેક વર્ષની સંયમ પર્યાયનું પાલન કરી, સર્વ કર્મ ક્ષય કરી, તેઓ મોક્ષને પ્રાપ્ત થયા.
કાલાચવેષિ પુત્ર અણગારના પ્રશ્નોત્તર :|२१ तेणं काले णं, ते णं समए णं पासावच्चिज्जे कालासवेसियपुत्ते णामं अणगारे जेणेण थेरा भगवंतो तेणेव उवागच्छइ, उवागच्छित्ता थेरे भगवंते एवं वयासी
थेरा सामाइयं ण याणंति थेरा सामाइयस्स अटुं ण याणंति; थेरा पच्चक्खाणं ण याणंति, थेरा पच्चक्खाणस्स अटुं ण याणंति; थेरा संजमं ण याणंति, थेरा संजमस्स अटुं ण याणंति; थेरा संवरं ण याणंति, थेरा संवरस्स अटुं ण याणंति; थेरा विवेगं ण याणंति, थेरा विवेगस्स अटुं ण याणंति; थेरा विउस्सग्गं ण याणंति, थेरा विउस्सग्गस्स अटुं ण याणंति ! ભાવાર્થ :- કાલે–ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી લગભગ રપ૦ વર્ષે અને તે સમયે–ભગવાન મહાવીરના શાસનકાલમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્યાનુશિષ્ય કાલાચવેષી પુત્ર નામક અણગાર હતા. તે ભગવાન મહાવીરના સ્થવિર ભગવંતશ્રતવૃદ્ધ શિષ્ય]બિરાજમાન હતા, ત્યાં ગયા.