Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૩૦
સાંપરાયિકી ક્રિયા ત્યાં સુધી કથન કરવું.
વિવેચન :
શ્રી ભગવતી સૂત્ર–૧
પ્રસ્તુત સૂત્રમાં ઐર્યાપથિકી અને સાંપરાયિકી, આ બંને ક્રિયાઓ એક સમયમાં હોય છે કે નહિ, તેની ચર્ચા અન્યતીર્થિકોનો પૂર્વપક્ષ આપીને પ્રસ્તુત કરી છે.
ઐર્યાપથિક :– જે ક્રિયામાં કેવળ યોગ જ નિમિત્ત હોય, તેવી કષાયરહિત–વીતરાગી પુરુષની ક્રિયા. સાંપરાયિકી :– જે ક્રિયામાં યોગ નિમિત્ત હોવા છતાં પણ કષાયની પ્રધાનતા હોય, એવી સકષાયી જીવની ક્રિયા. સાંપરાયિક ક્રિયા સંસાર પરિભ્રમણનું કારણ છે. ૨૫ ક્રિયાઓમાંથી ૨૪ ક્રિયાઓ સાંપરાયિકી છે અને એક જ ઐર્યાપથિકી છે.
એક જીવ દ્વારા એક સમયમાં બે ક્રિયાઓ શક્ય નથી :– જીવ જ્યારે કષાયયુક્ત હોય છે ત્યારે કષાયરહિત હોતો નથી અને જ્યારે કષાયરહિત હોય છે ત્યારે સકષાયી હોય તે સંભવિત નથી. દશમાં ગુણસ્થાન સુધી સકષાયદશા છે. તેથી ઉપરના ગુણસ્થાનમાં અકષાય—અવસ્થા છે. ઐર્યાપથિકી ક્રિયા અકષાયવસ્થાની છે અને સાંપરાયિકી ક્રિયા કષાય—અવસ્થાની છે. તેથી એક જ જીવમાં, એક સમયે આ બંને ક્રિયાઓ શક્ય નથી.
४ णिरयगई णं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं बारस मुहुत्ता । एवं वक्कंतीपयं भाणियव्वं णिरवसेसं ॥ सेवं भंते ! सेवं भंते ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! નરકગતિ, કેટલો સમય ઉપપાતથી વિરહિત હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી નરકગતિ ઉપપાતથી રહિત હોય છે. આ રીતે અહીં [પ્રજ્ઞાપના સૂત્રનું] વ્યુત્ક્રાંતિ પદ સંપૂર્ણ કહેવું જોઈએ.
હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદનો અતિદેશ કરીને નરકાદિ ગતિઓમાં જીવોના ઉત્પાદ–વિરહકાલની પ્રરૂપણા કરી છે. વિશેષ માટે જુઓ– પ્રજ્ઞાપના સૂત્ર પદ–નું વિવેચન.
વારસ મુહુત્તા :- આ સૂત્રમાં સમુચ્ચય નરકગતિનો ઉત્પત્તિનો વિરહકાલ કહ્યો છે. જેનું તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી એક પણ જીવ નરકમાં ઉત્પન્ન ન થાય. તેને જ નરકગતિનો ઉત્કૃષ્ટ ઉત્પત્તિનો