Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧: ઉદ્દેશક-૯
_
૨૧૫ |
(૨) પ્રત્યાખ્યાન (૩) સંયમ (૪) સંવર (૫) વિવેક અને (૬) વ્યુત્સર્ગ. પ્રશ્નોત્તરના માધ્યમથી આ છ પદનું રહસ્ય અહીં પ્રગટ થયું છે. છ પ્રશ્નોનું રહસ્યઃ- પ્રશ્નકર્તા ભગવાન પાર્શ્વનાથની પરંપરાના, સામાયિક ચારિત્રના ધારક, સર્વવિરતિ શ્રમણ હતા. જે સ્વયં સામાયિક, પ્રત્યાખ્યાન આદિની આરાધના કરી રહ્યા હતા. તેમ છતાં જ્યારે તેઓ સામાયિક આદિ વિષયક પ્રશ્નો પૂછ્યા ત્યારે સ્થવિર ભગવંતોએ ધીર, ગંભીર બનીને દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરીને પ્રશ્નકર્તાની પાત્રતા જોઈને સાધના માર્ગના અંગભૂત છ પદના અર્થ અને તેના પરમાર્થને નિશ્ચયનયથી સમજાવ્યા છે.
સાધક જ્યારે સાધનાનો પ્રારંભ કરે છે ત્યારે સહુ પ્રથમ સર્વ સાવધયોગના પ્રત્યાખ્યાન કરી સામાયિકમાં સ્થિત થાય છે, સાવધયોગના પ્રત્યાખ્યાનથી પાંચે ઈન્દ્રિયનો સંયમ થાય તેમજ આશ્રવદ્વાર બંધ થઈ જાય અને સંવરની આરાધના થાય છે. આત્મસંવત્ત બનેલો સાધક જડ અને ચૈતન્યનો, સ્વભાવ અને વિભાવનો વિવેક કરી જડ ભાવ અથવા વિભાવનો વ્યુત્સર્ગ–ત્યાગ કરી સ્વભાવમાં સ્થિર થતો જાય છે. ક્રમશઃ પરિપકવતા પ્રાપ્ત કરતાં સંપૂર્ણ રીતે સ્વભાવમાં સ્થિર થઈ જાય તે જ તેની સાધનાની પૂર્ણતા અથવા સાધ્યની સિદ્ધિ છે. આ રીતે છ પદ દ્વારા સંપૂર્ણ સાધના માર્ગ સમજાય છે.
સ્થવિર ભગવંતોએ છએ પ્રશ્નોનો એક જ ઉત્તર આપ્યો છે. આત્મા જ સામાયિક છે અને આત્મા જ તેનો અર્થ પ્રયોજન છે. સામાયિક એટલે સમભાવ. તે આત્મગુણ છે. સાકરની મીઠાશની જેમ આત્માનો ગુણ આત્માથી અભિન્ન છે. તેથી જ સામાયિક તે આત્મા છે. તે આત્મગુણોની શુદ્ધિ કરવી તે જ તેનું પ્રયોજન છે.
આ રીતે પ્રત્યાખ્યાનાદિ શેષ પાંચે પદ આત્મગુણને પ્રગટ કરે છે. તેથી તે આત્મસ્વરૂપ જ છે. સામાયિક આદિ છ પદના વ્યવહારની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે. સામાયિક- શત્ર મિત્ર પર સમભાવ તે સામાયિક અથવા સર્વ સાવધયોગથી વિરતિ તે સામાયિક છે અને નવીન કર્મબંધને રોકવા અને સંચિત કર્મોનો નાશ કરવો તે તેનું પ્રયોજન છે. પ્રત્યાખ્યાન- અનાગત સાવધયોગનો પરિત્યાગ તે પ્રત્યાખ્યાન છે. આશ્રવને રોકવો, તે તેનું પ્રયોજન
સંયમ– પૃથ્વીકાયાદિ જીવોની યતના કરવી વગેરે સત્તર પ્રકારનો સંયમ છે અથવા ઈન્દ્રિય અને મનનો નિગ્રહ કરવો તે સંયમ છે. સંવર– આશ્રવનો નિરોધ તે સંવર. સંયમ અને સંવરનું પ્રયોજન આશ્રવનો નિરોધ કરવો તે છે. વિવેક વિશિષ્ટ બોધ અથવા હેય અને ઉપાદેય તત્ત્વનું પૃથક્કરણ કરવું તે વિવેક છે. વ્યુત્સર્ગ– હેયનો ત્યાગ કરવો તે વ્યુત્સર્ગ છે. વિવેક અને વ્યુત્સર્ગથી પણ સમ્યગુ બોધ પ્રાપ્ત થાય.