Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
રરર |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અસ્થિર-સંયમમાં અસ્થિર આત્મા(પૂર્વોક્ત આધાકર્મ આહાર સેવનથી)સંસાર ભ્રમણ કરે છે? પરંતુ સંયમમાં સ્થિર આત્મા વ્રત ભંગ કરતા નથી ? બાલભાવ અને પંડિતભાવ અશાશ્વત છે અર્થાતુ પરિવર્તનશીલ છે પરંતુ આ ભાવોને ધારણ કરનાર બાલ અને પંડિત આત્મા શાશ્વત છે?
ઉત્તર- હા ગૌતમ! અસ્થિર આત્મા સંસારભ્રમણ કરે છે, ત્યાંથી પૂર્વવત્ બાલ અને પંડિત ભાવ અશાશ્વત છે, બાલ અને પંડિત આત્મા શાશ્વત છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. વિવેચન :
આધાકર્મ દોષ સેવનથી સંસાર ભ્રમણ થાય છે, પૂર્વસૂત્રના તે જ વિષયને આ સૂત્રમાં વિશેષ સ્પષ્ટ કર્યો છે.
થરે પોક :- દઢ મનોબળી સાધકનું ચિત્ત સંયમભાવમાં સ્થિર હોય છે, તે દોષ સેવનરૂપ અસ્થિરતા કે વ્રત ભંગ કરતા નથી. અસ્થિર આત્મા જ દોષ સેવન કરી વ્રત ભંગ કરે છે. તેથી જ કહ્યું છે કે અસ્થિર આત્મા સંસારભ્રમણ કરે છે અને સ્થિર આત્મા સંસાર ભ્રમણ કરતા નથી. વાનિયત્ત અલીયં, વહિવત્ત અસીલયં :- આત્મા શાશ્વત છે અર્થાત્ બાલ અને પંડિત જીવ શાશ્વત છે. બાલભાવ અને પંડિતભાવ અશાશ્વત છે. તેમાં કર્મજન્ય જે જે ભાવો ઉત્પન્ન થાય છે તે તે પરિવર્તનશીલ છે. તેથી તે અશાશ્વત છે. અહીં પ્રશ્ન થાય કે સર્વ આત્મા સમાન છે, નિત્ય છે. તેમાં આ પરિવર્તન શા માટે? તેના સમાધાનમાં કહ્યું છે કે આત્મા દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે તેથી બાલઆત્મા અને પંડિતઆત્મા તો શાશ્વત છે પરંતુ તેની પર્યાયો પંડિતત્વ = પંડિતભાવ, સંયમભાવ એ શાશ્વત નથી. તેમજ બાલભાવ પણ શાશ્વત નથી. જીવના તે ભાવોમાં મોહકર્મના ઉદય કે ક્ષયથી અને અન્ય નિમિત્તોથી પરિવર્તન થતું રહે છે. તેથી અસ્થિર આત્માઓમાં ભાવોનું પરિવર્તન થાય છે. તે આધાકર્મી આદિ દોષ સેવન કરી સંસાર પરિભ્રમણ કરે છે, આ થિરે પનોનો તાત્પર્યાર્થ છે.
જીવનો પંડિતભાવ કે બાલભાવ શાશ્વત નથી, તેમ સમજી જે સાધક પોતાના આત્માને પંડિતભાવમાં સ્થિર કરી સંયમ અને વ્રતનો ભંગ ન કરતાં તેમાં સ્થિર રહી આરાધના કરે, તે સંસારભ્રમણ કરતા નથી પરંતુ સંસાર સાગરને તરી જાય છે. આ છો fથરે પોદ્દ નો તાત્પર્યાર્થ છે.
આ રીતે સૂત્રકારે સ્થિર અને અસ્થિર ચિતવૃત્તિવાળા સાધકની દશાનું દર્શન કરાવી સાધકને ચિત્તવૃત્તિને સ્થિર બનાવવાની પવિત્ર પ્રેરણા આપી છે.
શતક ૧૯ સંપૂર્ણ .