Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧ ઃ ઉદ્દેશક—;
૧૪૩
શતક-૧ : ઉદ્દેશક-૬
ORROR સંક્ષિપ્ત સારĐROOR
આ ઉદ્દેશકમાં સૂર્યના ઉદય-અસ્ત સમયની વિવિધ વિચારણા, લોકાન્ત સ્પર્શના, ક્રિયા, રોહા અણગારના પ્રશ્નો, અષ્ટવિધ લોકસંસ્થિતિ અને સ્નેહકાય વગેરે વિવિધ વિષયોનું પ્રતિપાદન છે.
*
ઉદય અને અસ્ત સમયે સૂર્ય એક સમાન દૂરથી દષ્ટિગોચર થાય છે અને તે સમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. સૂર્યના કિરણો તે તે ક્ષેત્રને સર્વ દિશાથી સ્પર્શ કરી તાપિત અને પ્રકાશિત કરે છે.
⭑ લોક અલોકને, અલોક લોકને, દ્વીપ સમુદ્રને, સમુદ્ર દ્વીપને, જહાજ પાણીને, પાણી જહાજને, વસ્ત્ર તેના છિદ્રને, છિદ્ર વસ્ત્રને આદિ સર્વ પરસ્પર છ દિશાએથી સ્પર્શ કરે છે.
★ ૧૮ પાપસ્થાન રૂપ ક્રિયા ૨૪ દંડકના જીવો દ્વારા કરાય છે. તે આત્મકૃત છે, પરકૃત નથી. તે અનુક્રમથી સ્પષ્ટ થાય છે.
* રોહા અણગારે જગતની ઉત્પત્તિ વિષયક મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા છે. રોહાએ લોક–અલોક, જીવ–અજીવ, ભવ્ય-અભવ્ય, નરક-પૃથ્વી આદિ, ઘનોદધિ આદિ, અવકાશાન્તર આદિમાં પૂર્વ-પશ્ચાદ્ભાવ વિષયક પ્રશ્નો પૂછ્યા છે. પ્રભુએ કૂકડી અને ઈડાના દષ્ટાંતના માધ્યમથી આ પરસ્પર વિરોધી યુગલોને અનાદિ સિદ્ધ ભાવો કહયા છે. તેમાં પૂર્વ-પશ્ચાદ્ભાવ નથી.
* લોક સંસ્થિતિ આઠ પ્રકારની છે. (૧) આકાશના આધારે વાયુ (૨) વાયુના આધારે પાણી (૩) પાણીના આધારે પૃથ્વી (૪) પૃથ્વીના આધારે ત્રસ—સ્થાવર જીવ (૫) અજીવ જીવ પ્રતિષ્ઠિત છે. [શરીરાદિ] (૬) જીવ કર્માધીન—કર્મ પ્રતિષ્ઠિત છે (૭) અજીવને જીવે સંગૃહીત કર્યા છે (૮) જીવને કર્મે સંગૃહીત કર્યા
છે.
શાસ્ત્રકારે ઉપરોક્ત વિષયને બે દષ્ટાંતથી સ્પષ્ટ કર્યા છે– (૧) મશકમાં હવા અને પાણી વિશિષ્ટ પ્રકારે ભરવામાં આવે તો હવાના આધારે પાણી રહે છે. (૨) વાયુથી ફૂલાવેલી મશક કમ્મરે બાંધીને કોઈ વ્યક્તિ પાણીમાં પડે, તો તે પાણીની ઉપર તરે છે, ડૂબતી નથી. તે જ રીતે આકાશ, હવા, પાણી, પૃથ્વી, જીવો ક્રમશઃ એકબીજાના આધારે રહેલા છે.
*
જેમ તળાવમાં છિદ્રવાળી નાવને મૂકતા તે પાણી સાથે એકમેક પ્રતીત થાય છે, તે જ રીતે જીવ અને પુદ્ગલ પરસ્પર એકમેક થઈ ગયા છે. આ સંબંધ જીવ અને પુદ્ગલ બંનેની સ્નિગ્ધતાથી થાય છે.
★
સૂક્ષ્મ સ્નેહકાય– તે અત્યંત સૂક્ષ્મ, સ્નિગ્ધ, શીત જલમય છે. તે નિરંતર, ઊંચે, નીચે અને