Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧: ઉદ્દેશક-૬
_.
૧૪૭ |
પ્રકાશિત કરે છે. વૃત્તિકારે કહ્યું છે કર્ક સંક્રાતિમાં સૂર્ય સર્વાત્યંતર સર્વમંડલોમાં મધ્ય] મંડલમાં પ્રવેશ કરે છે. તે સમયે ભરતક્ષેત્રમાં વસતા લોકોને સાધિક ૪૭,૨૬૩ (સુડતાલીસ હજાર, બસ્સો ત્રેસઠ)યોજન દૂરથી દેખાય છે. મંડલના પરિવર્તન સાથે આ અંતર પરિવર્તિત થાય છે. તેનું દૂરથી દેખાવાનું કારણ એ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી ઈન્દ્રિય છે. તે પોતાના વિષયને–રૂપને સ્પર્યા વિના જ જોઈ શકે છે. અન્ય ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે તે પ્રત્યેક ઈન્દ્રિયો પોતાના વિષય સાથે સંબંધ કરીને જ વિષયને ગ્રહણ કરે છે. અહીં વજવુwા- ચક્ષુઃ સ્પર્શ શબ્દ આપ્યો છે. તેનો અર્થ 'આંખોથી સ્પર્શ થવો નહિ પરંતુ આંખોથી દેખાવું તે પ્રમાણે થાય છે. કોઈ પણ રૂપ આંખને સ્પર્શે તો તેને આંખ જોઈ શકતી જ નથી. જેમ કે આંખમાં આંજેલ કાજલ. હૃધ્યમાચ્છ - સુષ્ય શબ્દનો અર્થ શીઘ' થાય છે પરંતુ આગમમાં દબં શબ્દ અને હેતુ શબ્દનો પ્રયોગ પ્રાયઃ વાક્યાલંકાર રૂપે થાય છે. જેમ કે પર્વ હg iq. માટે દરેક સ્થળે ઉર્ધ્વ નો શીધ્ર અર્થ કે વસ્તુ નો નિશ્ચય અર્થ કરવો ઉપયુક્ત નથી. તેથી પ્રસંગાનુસાર અર્થ કરવો જોઈએ. અહીં વધુ હેશ્વમાચ્છડ઼ નો અર્થ થાય કે દષ્ટિગોચર થાય છે. તેમજ ધ્વ રહેલુ નંબૂ નો અર્થ થાય છે– હે જંબૂ અથવા આ રીતે હે જંબૂ!
મારૂ આદિ પદોના અર્થ:-વૃત્તિકારે આ ચારે ક્રિયાપદોની વ્યાખ્યા પ્રકાશની ચાર અવસ્થાઓના રૂપમાં કરી છે.
માસ - થોડું પ્રકાશિત થવું. ઉદયાસ્ત સમયનો લાલિમાયુક્ત પ્રકાશ અવભાસ કહેવાય છે. ૩નો:- ઉદ્યોતિત થવું. જે પ્રકાશમાં સ્કૂલ વસ્તુ પ્રતીત થાય છે. તવે - તપે છે. ઠંડીને દૂર કરે છે. તે તાપમાં નાના મોટા સર્વ પદાર્થો સ્પષ્ટ દેખાય છે. પમાડ઼ :- અત્યંત તપે છે. જે તાપમાં અત્યંત નાની નાની વસ્તુ પણ દેખાય છે. સૂર્ય દ્વારા ક્ષેત્રનો અવાભાસાદિ:- સૂર્ય જે ક્ષેત્રને અવભાસાદિ કરે છે, તે ક્ષેત્રનો સ્પર્શ–અવગાહના કરીને અવભાસિત કરે છે. અનંતરાવગાઢને અવભાસાદિ કરે છે, પરમ્પરાવગાઢને નહિ. તે અણુ, બાદર, ઉપર, નીચે, તિરછું, આદિ, મધ્ય અને અંત, સર્વ ક્ષેત્રને સ્વવિષયમાં, ક્રમપૂર્વક, છ દિશાઓમાં અવભાસિતાદિ કરે છે. તેથી તે સ્પષ્ટ–ક્ષેત્રસ્પર્શી કહેવાય છે. સૂર્યના પ્રકાશથી વર્તમાનમાં સ્પૃશ્યમાન ક્ષેત્ર સ્પષ્ટ કહેવાય છે. અહીં 'ક્રિયમાણ કૃત' નો સિદ્ધાંત પ્રતીત થાય છે. તેથી જ કહ્યું છે કે અસ્પષ્ટ ક્ષેત્રનો સ્પર્શ થતો નથી, પૃષ્ટ ક્ષેત્રનો જ સ્પર્શ કરાય છે. લોકાન્ત અલોકાન્તાદિ સ્પર્શના :
५ लोयंते भंते ! अलोयंतं फुसइ, अलोयंते वि लोयंतं फुसइ ? हंता गोयमा! लोयंते अलोयंतं फुसइ, अलोयंते वि लोयतं फुसइ ।
तं भंते ! किं पुटुं फुसइ, अपुढे फुसइ ? जाव णियमा छद्दिसिं फुसइ ।