Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૧
બાણ છૂટે અને મૃગ મરી જાય છે. આ પરિસ્થિતિમાં મૃગવધક કોણ ? ધનુર્ધર મરનાર પુરુષ કે પુરુષ ઘાતક અન્ય પુરુષ ? શાસ્ત્રકારે તેનું સમાધાન કર્યું છે કે જે પુરુષે ધનુર્ધરનો ઘાત કર્યો, તેનો સંકલ્પ મૃગને મારવાનો ન હતો, તેથી તેને મૃગવધક કહી શકાય નહીં. પરંતુ ધનુર્ધર મૃગવધક કહેવાય છે. કારણ કે ધનુર્ધરના બાણ સાથે મૃગવધનો સંકલ્પ જોડાયેલો હતો, તે પુરુષ બાણને ફેંકવાની સંપૂર્ણ તૈયારીમાં હતો, તેથી 'ક્રિયમાણ કૃત' સિદ્ધાંતને આધારે 'નિસૃજ્યમાણ નિસૃષ્ટ'ના દષ્ટિકોણથી ધનુર્ધર મૃગવધક છે તેમ સિદ્ધ થાય છે.
૧૯૪
--
અંતો છળ્યું માસાળ મરફ ખાવપંËિ જિરિયાäિ પુટ્ટુ :- કોઈ પ્રહારના નિમિત્તે ક્યારેક પ્રાણીનું મૃત્યુ તરત જ થાય છે અને ક્યારેક તે પ્રાણીનું મૃત્યુ અમુક સમય પછી થાય છે. જો તેનું મૃત્યુ છ મહિનાની અંદર થાય તોપણ તેના વૈરથી સ્પષ્ટ થાય છે અને તેને પ્રાણાતિપાતિકી ક્રિયા પણ લાગે છે પરંતુ જો તે પ્રાણી છ મહીના પછી મરે તો તે પ્રહાર તેના મૃત્યુમાં નિમિત્ત કહી શકાતો નથી. તે સ્થિતિમાં તેને ચાર ક્રિયા લાગે છે. પ્રાણાતિપાતિકી ક્રિયાની છ મહિનાની અવધિનું કથન વ્યવહાર સાપેક્ષ છે. બાણ નિમિત્તે તે જીવ છ મહિનામાં મરે તો બાણ ફેંકનારને પાંચ ક્રિયા લાગે અને છ મહિના પછી મરે તો ચાર ક્રિયા લાગે. આસન્નવર્ધક :– આસન્ન એટલે નજીકથી, વધક એટલે મારનાર અર્થાત્ ભાલા, બરછી, તલવાર, છરી વડે પોતાના હાથે અત્યંત નજીક જઈ, પરસ્પર સામસામે આવીને જે કોઈનો ઘાત કરે છે તે આસન્નવર્ધક કહેવાય છે. તે પુરુષને હિંસાના પાપથી પ્રાણાતિપાતિકી ક્રિયા તો થાય પરંતુ નજીકની વધવૃત્તિના કારણે તે પુરુષને વૈરાનુબંધ પણ થાય છે. તેથી મરનાર પુરુષ કાલાંતરમાં તેને મારનાર નીવડે છે.
અનવકાંક્ષણ વૃત્તિ :– અન્યના પ્રાણની પરવાહ ન કરનારની તીવ્ર માનસવૃત્તિને અનવકાંક્ષણ વૃત્તિ કહે છે. તેવી વૃત્તિથી પણ વૈરાનુબંધ થાય છે. આ સૂત્રમાં શાસ્ત્રકારે પાંચ ક્રિયાનું કથન કર્યા પછી વૈરાનુબંધના બે કારણ કહ્યા છે. ભાલા કે તલવારથી પ્રહાર કરનારમાં તે બંને લક્ષણ હોય છે– (૧) નજીકથી મારવું (૨) અન્યના પ્રાણોની ઉપેક્ષા કરવી.
જય-પરાજયનું કારણ :
१५ दो भंते ! पुरिसा सरिसया सरिसत्तया सरिसव्वया सरिसभंडमत्तोवगरणा अण्णमण्णेणं सद्धिं संगामं संगार्मेति, तत्थ णं एगे पुरिसे पराइणइ, एगे पुरिसे पराइज्जइ; से कहमेयं भंते ! एवं ?
गोयमा ! सवीरिए पराइणइ, अवीरिए पराइज्जइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક સમાન, સમાન ત્વચાવાળા, સમાન વયસ્ક, સમાનદ્રવ્ય અને ઉપકરણ [શસ્ત્રાદિ સાધન] વાળા બે પુરુષ, પરસ્પર સંગ્રામ કરે, તેમાંથી એક પુરુષ જીતે છે અને એક પુરુષ હારે છે. હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે પુરુષ સવીર્ય[વીર્યવાન–શક્તિશાળી] હોય છે, તે જીતે છે અને જે અલ્પ