Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક-૧: ઉદ્દેશક-૫
૧૨૯ |
કર્યું છે. અવગાહના સ્થાન :- (૧) જીવ જેમાં સ્થિત થાય છે, અવગાહના કરીને રહે છે, તે અવગાહના છે અર્થાત્ જે જીવનું જેટલું લાંબુ પહોળુ શરીર હોય તે તેની અવગાહના છે (૨) જીવ જે ક્ષેત્રમાં, જેટલા આકાશ પ્રદેશોને રોકીને રહે છે, તેના તે આધારભૂત ક્ષેત્રને પણ અવગાહના કહે છે. તે અવગાહનાના જે સ્થાન-પ્રદેશોની વૃદ્ધિ રૂપે વિભાગ થાય તે અવગાહના સ્થાન કહેવાય છે. સર્વ નારકોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટ અવગાહના આ પ્રમાણે છે–
(૧) રત્નપ્રભા નરકની ૭ ધનુષ્ય, ૩ હાથ, ૬ અંગુલ, (૨) શર્કરા પ્રભાની ૧૫ ધનુષ્ય, ૨ હાથ, ૧૨ અંગુલ (૩) વાલુકા પ્રભાની ૩૧ ધનુષ્ય, ૧ હાથ, (૪) પંક પ્રભાની ૨ ધનુષ્ય, ૨ હાથ, (૫) ધૂમ પ્રભાની ૧૨૫ ધનુષ્ય, (૬) તમઃપ્રભાની ૨૫૦ ધનુષ્ય,
(૭) તમસ્તમઃ પ્રભાની ૫૦૦ ધનુષ્યની છે. જઘન્ય સ્થિતિ અને જઘન્ય અવગાહનાના ભંગોમાં અંતર શા માટે ? :- રત્નપ્રભા નારકીમાં જઘન્ય સ્થિતિ ૧૦,000 વર્ષની છે. તે સ્થિતિવાળા જીવ સ્વભાવથી સદા શાશ્વત હોય છે. તેથી જઘન્ય સ્થિતિમાં ૨૭ ભંગ કહ્યા છે. નારકીમાં જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે અવગાહના નારકીના જન્મ સમયે હોય છે. અંતમુહૂર્ત પછી નારકીની પરિપૂર્ણ અવગાહના થઈ જાય છે. માટે જઘન્ય અવગાહનાવાળા સદા શાશ્વત રહેતા નથી. વિરહકાલમાં તેનો અભાવ હોય છે. તેથી તેમાં ૮૦ ભંગ કહ્યા છે.
એક પ્રદેશાધિક તેમજ સંખ્યાત પ્રદેશાધિક અવગાહનાવાળા નારકી જીવ પણ અશાશ્વત છે. તેમાં પણ ૮૦ ભંગ થાય છે. અસંખ્યાત પ્રદેશાધિક અવગાહનાવાળા નારકી બે પ્રકારના છે– અપર્યાપ્તા અને પર્યાપ્તા. તેમાં અપર્યાપ્તામાં ૮૦ ભંગ હોય અને પર્યાપ્તામાં ૨૭ ભંગ હોય પરંતુ તે બંને મળીને અસંખ્યાત પ્રદેશાધિકનો બોલ એક જ હોવાથી તે બોલને શાશ્વત કહેવાય. તેથી તેમાં ૨૭ ભંગ કહ્યા છે.
' અર્થાતુ જે સ્થાનમાં એકથી અધિક જીવો હંમેશાં પ્રાપ્ત થતા તે સ્થાનમાં ૨૭ ભંગ અને જે સ્થાનમાં જીવો હંમેશાં પ્રાપ્ત ન પણ થતા હોય, કદાચિતુ તેમાં વિરહની સંભાવના હોય તે સ્થાનમાં ૮૦ ભંગ થાય છે.
શરીર દ્વાર અને ભંગ સંખ્યા :११ इमीसे णं भंते ! रयणप्पभाए जाव एगमेगसि णिरयावासंसि रइयाणं