Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧ : ઉદ્દેશક-૪
109
મોહનીયકર્મ દ્વારા ગ્રહણ થતી વિવિધ પ્રકૃતિઓ :– મોહનીય કર્મની મુખ્ય બે પ્રકૃતિઓ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય છે અને તે બંનેની ઉત્તર પ્રકૃતિઓ ર૮ છે. મોહનીય કર્મ શબ્દ દ્વારા આ સર્વ પ્રકૃતિનું ગ્રહણ થઈ જાય પરંતુ પ્રસંગાનુસાર આ સૂત્રોમાં 'મોહનીય કર્મ' શબ્દથી ક્યાંક મિથ્યાત્વ મોહનીય, ક્યાંક ચારિત્ર મોહનીય અને ક્યાંક સંપૂર્ણ મોહનીય કર્મનું ગ્રહણ કરવું અપેક્ષિત છે. જેમ કે સૂત્રકારે મોહનીય કર્મના ઉદયમાં બાલવીર્યથી ઉપસ્થાન કહ્યું છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં જીવને બાલવીર્ય હોય છે પરંતુ ચારિત્ર મોહનીયની પ્રત્યાખ્યાનાવરણ વગેરે પ્રકૃતિના ઉદયમાં બાલવીર્ય નથી. તેથી જ્યાં બાલવીર્યથી ઉત્થાન કહ્યું છે ત્યાં મોહનીય કર્મ શબ્દથી મિથ્યાત્વ મોહનીય અર્થ ગ્રહણ કરવો આવશ્યક છે.
મોહનીયના ઉદયમાં અવક્રમણ ક્રિયા :– મોહનીય કર્મના ઉદયમાં પંડિતવીર્યવાળા શ્રમણનું બાલવીર્યથી અને બાલૌંડનવીર્યથી અવક્રમણ થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને જે સમયે મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તે સમયે તેનું વીર્ય બાલવીર્ય થઈ જાય અને તે જ સમયે જીવ પ્રથમ ગુણસ્થાનને પ્રાપ્ત થાય. તેથી આ અપક્રમણ વ્રતમાળે વૃત્તિર્ ના સિદ્ધાંતાનુસાર બાલવીર્યથી થયું કહેવાય.
છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને જે સમયે પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચારિત્ર મોહનો ઉદય થાય તે સમયે તેનું પડિતવીર્ય બાલડિતવીર્ય બની જાય અને જીવ પાંચમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય. તેથી આ અવક્રમણ બાલપંડિત વીર્યથી થયું કહેવાય છે.
જીવ છઠ્ઠા ગુણસ્થાનેથી પ્રથમ ગુણસ્થાને આવે કે પાંચમે આવે, આ બંને અવક્રમણ છે. છઠ્ઠા ગુણસ્થાને પડિતવીર્ય છે. છટ્ટેથી પ્રથમ ગુણસ્થાને આવે ત્યારે બાલવીર્ય કહેવાય અને તે જ સમયમાં અવક્રમણ થાય. ક્રિયા, કાળ અને નિષ્ઠાકાલ બંને એક સમયમાં હોય છે. તેથી બાલવીર્યથી જ અવક્રમણ કહેવાય. બાલપંડિત વીર્યથી અવક્રમણમાં પણ તેમજ સમજવું.
વૃત્તિકારે આ પ્રમાણે પાઠાંતર દર્શાવ્યું છે– બાલવીરિયત્તા૫ નો પક્રિયવીયિત્તાપ્, નો માલકિય વીયિત્તાર્ અર્થાત્ મોહનીયના ઉદયમાં અવક્રમણ બાલવીર્યથી થાય છે, પીડિતવીર્ય અને બાલપંડિત–વીર્યથી થતું નથી. આ પાઠમાં મોહનીય કર્મના ઉદયમાં મિથ્યાત્વ મોહનીયને જ ગ્રહણ કર્યું છે, ચારિત્ર મોહનીયને નહીં.
મોહનીયકર્મની ઉપશમ દશામાં ઉપસ્થાન ઃ– મોહનીય કર્મને ઉદયમાં ન આવવા દેવું, તેના હૃદયને અટકાવી દેવો તે ઉપશમ કહેવાય છે. સંપૂર્ણ મોહનીય કર્મની ઉપશમ દશામાં પંડિત વીર્ય જ હોય છે. અગિયારમા ગુણસ્થાન કે મોહનીયકર્મ સંપૂર્ણરૂપે ઉપશાંત હોય છે. આ ગુણસ્થાને જો આયુષ્ય પૂર્ણ થાય તો પરલોકમાં જવા રૂપ ઉપસ્થાન થાય છે. આ ઉપસ્થાન પંડિતવીર્યથી જ થયું કહેવાય.
મોહનીય કર્મની ઉપશમ દશામાં અવક્રમણ :– મોહનીય કર્મની ઉપશમ દશામાં અવક્રમણ બાલ પોતવીર્યથી જ થાય છે.