Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. પૃથ્વીકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ હજાર વર્ષની છે. અપકાયની૭000 વર્ષની, તેઉકાયની-૩ અહોરાત્રની, વાઉકાયની-૩000 વર્ષની, વનસ્પતિકાયની –૧૦,000 વર્ષની સ્થિતિ છે. વિમાત્રા આહાર, વિમાત્રા શ્વાસોશ્વાસ – પૃથ્વીકાયિક આદિ પાંચે સ્થાવર જીવોમાં આહારની સમયમર્યાદા(માત્રા) નિયત નથી. તે જ પ્રમાણે તેના શ્વાસની સમયમર્યાદા(માત્રા)પણ નિયત નથી અર્થાત્ તે એકેન્દ્રિય જીવોનો આહારેચ્છા હોતો કાલ નથી કારણ કે તેઓ નિરંતર રોમોથી આહાર કરે છે. તેને માટે 'પુનમ વિરહ' શબ્દપ્રયોગ છે. બેઈન્દ્રિય આદિ ત્રસ જીવોની આહારેચ્છાની કાલમર્યાદા તેમજ ઔદારિકના દશે દંડકમાં યુગલિકો સિવાય સર્વ જીવોની આહાર મર્યાદા નિશ્ચિત કહેવા યોગ્ય હોતી નથી. તે માટે આગમકારોએ વેવાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનો અર્થ છે વિભિન્ન સમય મર્યાદાથી તે જીવ આહાર કરે છે. વ્યાઘાત-નિર્ચાઘાત - લોકાંતે જ્યાં લોક અને અલોકની સીમા ભેગી થાય છે ત્યાં વ્યાઘાતનો સંભવ છે, કારણ કે અલોકમાં આહાર યોગ્ય પુલ નથી. જે જીવો લોકના અંત ભાગમાં સ્થિત છે તે જીવો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી આહારના પુલ ગ્રહણ કરે છે તે વ્યાઘાત આહાર કહેવાય છે અને જે જીવો લોકના મધ્યમાં સ્થિત હોય તે નિયમા છ દિશામાંથી આહારના પુદ્ગલ ગ્રહણ કરે છે તે નિર્ણાઘાત આહાર કહેવાય છે.
એકેન્દ્રિય જીવોનો આહાર તથા શ્વાસ:- પૃથ્વીકાયિકાદિ એકેન્દ્રિય સ્થાવર જીવોને એક માત્ર સ્પર્શેન્દ્રિય જ હોય છે. તે જીવોને જીભ કે નાક હોતા નથી. તેથી તે જીવો શરીરના રોમો દ્વારા જ આહારના પુદ્ગલ ગ્રહણ કરે છે અને રોમો દ્વારા જ શ્વાસ લે છે અને મૂકે છે. આ રીતે એકેન્દ્રિયનો શ્વાસ અને આહાર સ્પર્શેન્દ્રિય દ્વારા હોય છે. એ
વિકલેન્દ્રિયની સ્થિતિ આદિ :३७ बेइंदियाणं ठिई भाणियव्वा, उस्साओ वेमायाए । ભાવાર્થ-બેઈન્દ્રિય જીવોની સ્થિતિ પ્રજ્ઞાપનાનુસાર જાણવી. તેનો શ્વાસોચ્છવાસ વિમાત્રાથી–અનિયત જાણવો જોઈએ. |३८ बेइंदियाणं आहारे पुच्छा ?
अणाभोग णिव्वत्तिए तहेव, तत्थ णं जे से आभोगणिव्वत्तिए से णं असंखेज्ज- समइए, अंतोमुहुत्तिए वेमायाए आहारट्टे समुप्पज्जइ, सेसं तहेव जाव अणंतभागं आसायति । ભાવાર્થ :-બેઈન્દ્રિય જીવોના આહારના વિષયમાં પ્રશ્નો કરવા.