Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક–૧: ઉદ્દેશક-૨
૫૫ |
તો કરેલાં કર્મ ફળ આપ્યા વિના નાશ પામી જશે અને નહિ કરેલાં કર્મ ભોગવવા પડશે. આમ કૃતનાશ અને અકૃતાગમનો દોષ આવશે. તેથી લોકોત્તર વ્યવહારની જેમ લૌકિક વ્યવહારમાં અસ્તવ્યસ્તતા ઉત્પન્ન થશે. યજ્ઞદત્તના ભોજન, નિદ્રાસેવન, ઔષધસેવન આદિ કર્મથી બ્રહ્મદત્તની સુધા, નિદ્રા અને વ્યાધિનું ક્રમશઃ નિવારણ થશે પરંતુ તે અસંભવ છે. પરવસ્તુ અથવા પરવ્યક્તિ સુખ-દુઃખમાં માત્ર નિમિત્ત બની શકે છે પણ તે સુખ–દુઃખ ભોગવી શકે નહીં, સુખ-દુઃખ આપી શકે નહીં. પ્રાણી સ્વયં સ્વકૃતકર્મના ફલ સ્વરૂપ સુખ કે દુઃખને ભોગવે છે. આયુષ્યકર્મનું ફળ પણ પરસ્પર એકબીજા ભોગવી શકતા નથી. તેથી સ્વકૃત કર્મફળનું સ્વયં વેદનરૂપ સિદ્ધાંત અબાધિત છે.
શાતા-અશાતાવેદનીય આદિ કે આયુષ્યકર્મનું ફળ કદાચિત્ વર્તમાનમાં દષ્ટિગોચર ન થાય, તો તેનું કારણ એ છે કે તે કર્મ ઉદયમાં આવ્યાં નથી, અનુદય-અવસ્થામાં છે. જ્યારે તે કર્મ ઉદયાવસ્થાને પ્રાપ્ત કરશે ત્યારે ફળ આપશે. ૨૪ દંડકોના જીવોને અનુભાગથી અથવા પ્રદેશથી સ્વકૃત કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
આયુષ્યકર્મ આઠ કર્મની અંતર્ગત હોવા છતાં શાસ્ત્રકારે તેના વિષયમાં અલગ પ્રશ્ન કર્યો છે, તેનું કારણ એ છે કે નરક, તિર્યંચ આદિના વ્યવહારમાં આયુષ્યની મુખ્યતા છે. તેથી આયુષ્યના સંબંધમાં પણ એકવચન અને બહુવચનની અપેક્ષાએ પ્રશ્ન કર્યા છે. તેના ઉત્તરમાં પણ ભગવાને કહ્યું છે કે જીવ સ્વકૃત આયુષ્યનું જ વેદન કરે છે, અન્યકૃત આયુષ્યનું વેદન કરતા નથી. સ્વકૃત આયુષ્ય કર્મનો જ્યારે ઉદય થાય ત્યારે તે ભોગવે છે. જેમ કોઈ મનુષ્ય આગામી ભવના દેવ આયુષ્યનો બંધ કર્યો હોય પરંતુ વર્તમાને તે ઉદયમાં નથી, તેથી તેને ભોગવતા નથી, જ્યારે તે ઉદયમાં આવે ત્યારે તેનું વેદન કરે છે.
આ રીતે ચોવીસે દંડકના જીવોને માટે આયુષ્યના વિષયમાં સમજવું જોઈએ.
ચોવીસ દંડકોમાં સમાહાર આદિ દસ પ્રશ્ન :| ४ णेरइया णं भंते ! सव्वे समाहारा, सव्वे समसरीरा, सव्वे समुस्सासणीसासा ? गोयमा ! णो इणढे समढे ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- णेरइया णो सव्वे समाहारा, णो सव्वे समसरीरा, णो सव्वे समुस्सा-सणीसासा?
गोयमा ! णेरइया दुविहा पण्णत्ता,तं जहा- महासरीरा य, अप्पसरीरा य। तत्थ णं जे ते महासरीरा ते बहुतराए पोग्गले आहारैति, बहुतराए पोग्गले परिणामेंति, बहुतराए पोग्गले उस्ससंति, बहुतराए पोग्गले णीससंति; अभिक्खणं आहारेंति, अभिक्खणं परिणामेंति, अभिक्खणं उस्ससंति, अभिक्खणं णीससंति । तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले