Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
વિવેચન :
મનુષ્યમાં સમાહારાદિનું કથન નૈરયિકોની સમાન જાણવું. આહારના વિષયમાં મનુષ્ય માટે પૂર્વવત્ એકાંત નથી. અલ્પાહારી મહાહારી:- દેવકુરુ–ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યનું શરીર ત્રણ ગાઉનું હોય છે. તે મહાશરીરી છે અને ઘણા પુદ્ગલોનો આહાર કરે છે. તેમ છતાં તે ત્રણ દિવસે અને ક્ષેત્રકાલ પ્રમાણે અત્યંત સારભૂત પુદ્ગલોનો આહાર કરે છે. તેઓનો આહાર પોતાના શરીર પ્રમાણે હોય છે પરંતુ બોર કે આંબળા જેટલો જ આહાર કરતા હોય તેમ નથી.
અલ્પશરીરી મનુષ્ય અલ્પ અને વારંવાર આહાર કરે છે. જેમ કે બાળક. તેના આહારમાં નિઃસાર પુદગલો અધિક હોય છે તેથી તેને વારંવાર આહાર કરવો પડે છે. આ રીતે મહાશરીરીને અધિક આહાર અને અલ્પશરીરીને અલ્પ આહાર હોય છે.
કિયાઃ વીતરાગ સંયત – જેના કષાય સર્વથા ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા હોય તેને વીતરાગ સંયત કહે છે. તે જીવોને ત્રણે યોગની પ્રવૃત્તિ હોવા છતાં, કષાયનો અભાવ હોવાથી, તેને પૂર્વોક્ત પાંચ ક્રિયા નથી.
સરાગસંયત :- જેને સંજ્વલન કષાયનો ઉદય છે, તેવા ચારિત્રવાન જીવોને સરોગસંયત કહે છે. તેમાં અપ્રમત્તસંયતને કષાયજન્ય એક માયાવત્તિયા ક્રિયા અને પ્રમત્ત સંયતને આરંભિયા અને માયાવત્તિયા બે ક્રિયા હોય છે. સર્વ પ્રમત્તયોન બારભ: I સર્વ પ્રમત્ત યોગ આરંભરૂપ છે. તેથી સર્વ પાપથી વિરત હોવા છતાં પ્રમત્ત સંયતને આરંભિયા ક્રિયા હોય છે.
સંયતાસંયત :- શ્રાવકને ત્રણ ક્રિયા હોય છે. કારણ કે તે એક દેશથી પાપથી વિરામ પામ્યા છે. તે ઉપરાંત તેના આત્મપરિણામો વિરતિના જ છે. તેથી તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોતી નથી. અસંયત :- જે પાપક્રિયાથી નિવૃત્ત થયા નથી તેને અસંયત કહે છે. તે સમકિતી હોવાથી મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાને છોડીને શેષ ચાર ક્રિયા તેને હોય છે.
મિથ્યાત્વીઃ- તે જીવોને પાંચે ક્રિયા હોય છે– (૧) આરંભિકી (૨) પારિગ્રહિતી (૩) માયા પ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાની (૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા. વાણવ્યંતર-જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં સમાહારાદિ :१८ वाणमंतर-जोइस-वेमाणिया जहा असुरकुमारा, णवरं वेयणाए णाणत्तंमायिमिच्छादिट्ठी उववण्णगा य अप्पवेयणतरा, अमायिसम्मदिट्ठी उववण्णगा य महावेयणतरागा भाणियव्वा जोइसवेमाणिया ।