Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
સલિંગી–વેષધારી, દર્શનભ્રષ્ટ. આ સર્વ જીવો જો દેવલોકમાં જાય તો તેની ઉત્પત્તિ ક્યાં થાય છે?
ઉત્તર– હે ગૌતમ! અસંયત ભવ્યદ્રવ્ય દેવાદિ જીવોનો ઉપપાત (ઉત્પત્તિ) ક્રમશઃ આ પ્રમાણે છે. કમ જીવનામ
જઘન્યતઃ | ઉત્કૃષ્ટતઃ (૧) અસંયત ભવ્યદ્રવ્ય દેવ
ભવનપતિમાં ઉપરના રૈવેયકમાં અવિરાધક (આરાધકોસંયમી
સૌધર્મકલ્પમાં | સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં વિરાધક સંયમી
ભવનપતિમાં
સૌધર્મ કલ્પમાં અવિરાધક (આરાધકોસંયમસંયમી સૌધર્મ કલ્પમાં અય્યત દેવલોકમાં (૫) વિરાધક સંયમા સંયમી
ભવનપતિમાં
જ્યોતિષી દેવામાં અસંજ્ઞી જીવ
ભવનપતિમાં વાણવ્યંતરમાં તાપસી
ભવનપતિમાં જ્યોતિષી દેવામાં | કાન્દર્ષિકો
ભવનપતિમાં
સૌધર્મકલ્પમાં ચરક પરિવ્રાજક
ભવનપતિમાં બ્રહ્મલોક કલ્પમાં કિલ્વિષિકો
ભવનપતિમાં લાન્તક કલ્પમાં (૧૧) તિર્યંચો
ભવનપતિમાં સહસાર કલ્પમાં (૧૨) આજીવિકો
ભવનપતિમાં અમ્રુત કલ્પમાં (૧૩) આભિયોગિક
ભવનપતિમાં અશ્રુત કલ્પમાં (૧૪) દર્શનભ્રષ્ટ સલિંગી
ભવનપતિમાં ઉપરના રૈવેયકમાં
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિવિધ પ્રકારના આરાધક–વિરાધક સાધકોનું તથા અન્ય જીવોની દેવલોકમાં ઉત્પત્તિ સંબંધિત ચૌદ પ્રશ્નોત્તર છે. તેના અર્થ આ પ્રમાણે છે.
અસંયત ભવ્ય દ્રવ્યદેવ :- જે ચારિત્રના પરિણામથી શુન્ય છે તેને અસંયત કહે છે અને ભવિષ્યમાં જે દેવ થવાના છે તે ભવ્ય દ્રવ્ય દેવ કહેવાય છે અર્થાતું ચારિત્રના પરિણામ રહિત દેવ થવા યોગ્ય જીવને અસંયત ભવ્ય દ્રવ્ય દેવ કહે છે. તેમાં એકથી ચાર ગુણસ્થાનવર્તી મનુષ્ય કે તિર્યંચનો સમાવેશ થાય છે. ભવનપતિથી બાર દેવલોક પર્યત ઉત્પન્ન થનારા જીવોમાં વિવિધ પ્રકારના દ્રવ્ય અને ભાવથી અસંયતસંસારી જીવોનો સમાવેશ થાય છે અને નવ રૈવેયકમાં ઉત્પન્ન થનારા જીવોમાં દ્રવ્યથી સંયત અને ભાવથી અસંયત ભવ્ય કે અભવ્ય દ્રવ્યલિંગી સાધુનો સમાવેશ થાય છે. આ રીતે આ બોલ ઘણો વિશાળ છે. છઠ્ઠાથી ચૌદમા પ્રશ્ન પર્વતના સર્વ જીવોનો આ બોલમાં સમાવેશ થઈ જાય છે. તેમ છતાં તે જીવો વિષયક વિશેષ