Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક–૧: ઉદ્દેશક-૨
૭૫ |
સ્પષ્ટીકરણ માટે પ્રત્યેકના ભિન્ન ભિન્ન પ્રશ્નોત્તર છે. સંક્ષેપમાં આત્મશુદ્ધિના લક્ષ્ય વિના, બાહ્ય ક્રિયાકાંડના પાલનથી, અકામ નિર્જરા કરી જે જીવોએ દેવભવમાં ગમન યોગ્ય યોગ્યતા પ્રાપ્ત કરી છે, તેને અસંયત ભવ્ય દેવ કહે છે.
અવિરાધક સંયમી :- જિનાજ્ઞા અનુસાર સંયમની આરાધના કરનાર અને સમ્યકત્વભાવમાં પરભવનું આયુષ્ય બાંધનાર શ્રમણ અવિરાધક કે આરાધક સંયમી કહેવાય છે. વિરાધક સંયમી :- મહાવ્રતો ગ્રહણ કરી, તેનું સમ્યક પ્રકારે પાલન ન કરનાર અને મિથ્યાત્વભાવમાં જ આયુષ્યને બાંધનાર શ્રમણ વિરાધક સંયમી કહેવાય છે.
અવિરાધક સંયમસંયમી :- દેશવિરતિપણાને-શ્રાવકપણાને સ્વીકારી જીવનપર્યત અખંડપણે તેનું પાલન કરનાર અને સમકિતમાં આયુષ્ય બાંધનાર આરાધક–અવિરાધક સંયમસંયમી કહેવાય છે. વિરાધક સંયમસંયમી :- દેશવિરતિપણાને સ્વીકારીને સમ્યક પ્રકારે તેનું પાલન ન કરનાર અને મિથ્યાત્વમાં આયુષ્યને બાંધનાર વિરાધક સંયમસંયમી કહેવાય છે.
અસલી :- જેને મનોલબ્ધિ ન હોય તેવા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ અકામ નિર્જરા કરીને દેવગતિમાં વ્યંતર સુધી જઈ શકે છે.
તાપસ-વૃક્ષના પાન આદિનો આહાર કરીને ઉદર નિર્વાહ કરનાર બાલતપસ્વી. તે દેવગતિમાં જ્યોતિષી સુધી જાય છે. કાંદર્ષિક:- જે સાધુ હાસ્યશીલ હોય. ચારિત્રવેશમાં રહીને વિદૂષકની જેમ અનેક ચેષ્ટાઓ કરે તે કાંદર્ષિક સાધુ કહેવાય. તે પહેલા દેવલોક સુધી જાય છે. ચરક પરિવ્રાજક - ગેરુ રંગના અને ભગવા રંગના વસ્ત્ર પહેરીને ભિક્ષા દ્વારા આજીવિકા કરનારા ત્રિદંડી, કુચ્છોટક આદિ અથવા કપિલઋષિના શિષ્ય. અંબડ પરિવ્રાજક વગેરે. તે પાંચમા દેવલોક સુધી જાય છે.
કિવિષિક:- જે સાધુ વ્યવહારથી ચારિત્રવાન હોવા છતાં જ્ઞાની, કેવલી, ધર્માચાર્ય અને સર્વ સાધુઓના અવર્ણવાદ બોલે અને પાપમય ભાવનાયુક્ત હોય તે કિલ્વિષિક છે. તે છઠ્ઠા દેવલોક સુધી જાય છે.
તિર્યંચ - દેશવિરતિ– શ્રાવકવ્રતનું પાલન કરનારા ઘોડા, ગાય આદિ. જેમ નંદમણિયારનો જીવ દેડકાના ભવમાં હતો ત્યારે શ્રાવકવ્રતી હતો. તે સિવાય શુભ પરિણામોમાં આયુષ્યનો બંધ કરનારા અવ્રતી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયજીવ પણ ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જાય છે.
આજીવિક :- (૧) એક વિશેષ પ્રકારના પાખંડી (૨) નગ્ન રહેનાર ગોશાલકના શિષ્ય (૩) લબ્ધિ પ્રયોગથી અજ્ઞાની લોકો દ્વારા ખ્યાતિ, પૂજા-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા તપ અને ચારિત્રનું આચરણ કરનાર