Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૩
૯૯ |
(૫) પ્રવચનાન્તર – સિદ્ધાંતની ભિન્નતાઓ. પ્રવચન વિષયક શંકા કરવી, જેમાં પ્રથમ અને અંતિમ તીર્થકરોએ પંચ મહાવ્રતરૂપ ધર્મ અને મધ્યના બાવીસ તીર્થકરોએ ચાર મહાવ્રતરૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. તીર્થકરોનાં પ્રવચનમાં ભેદ શા માટે ? આ પ્રકારે શંકિત થવું તે કાંક્ષામોહનીયકર્મના વેદનનું કારણ છે. તેનું સમાધાન એ છે કે મધ્યના બાવીસ તીર્થકરોએ સ્ત્રીને પરિગ્રહ રૂ૫ સ્વીકારી છે. તેથી ચોથા મહાવ્રતનો સમાવેશ પાંચમા મહાવ્રતમાં કરીને ચાર મહાવ્રતની પ્રરૂપણા કરી છે. તાત્ત્વિક ભેદ નથી. () બાવચનિકાન્તર :- પ્રવચનકર્તાઓની ભિન્નતાઓ. પ્રાવચનિકનો અર્થ છે પ્રવચનોના જ્ઞાતા અથવા અધ્યેતા, બહુશ્રુત સાધક. બે પ્રાવચનિકોનાં આચરણમાં ભેદ જોઈને શંકા ઉત્પન્ન થાય છે. પરંતુ તેનું સમાધાન આ પ્રમાણે થઈ શકે છે કે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે પ્રાવચનિકોની પ્રવૃત્તિમાં ભેદ દેખાય છે. વાસ્તવમાં આગમજ્ઞાન પ્રમાણ છે. (૭) કલ્પાન્તર – કલ્પની વિભિન્નતા. જિનકલ્પ અને સ્થવિરકલ્પોમાં મુનિઓના આચાર–ભેદ જોઈને શંકિત થવું. જિનકલ્પ જ કર્મક્ષયનું કારણ હોય તો સ્થવિરકલ્પનો ઉપદેશ શા માટે? આ પ્રકારની શંકા પણ કાંક્ષામોહનીયનું કારણ બને છે. તીર્થકરે જ બંને કલ્પનું પ્રતિપાદન કર્યું છે અને અવસ્થા ભેદથી બંને કલ્પ કર્મક્ષયનું કારણ બની શકે છે. તેથી તેમાં શંકા કરવી યોગ્ય નથી. (૮) માર્થાન્તર:- સમાચારીની ભિન્નતા. માર્ગનો અર્થ છે પરંપરાથી ચાલી આવતી સમાચારી' ભિન્ન ભિન્ન આચાર્યોની ભિન્ન ભિન્ન સમાચારીને જોઈને શંકા થવી કે આ સર્વમાંથી શું યોગ્ય છે? આ પ્રકારે કાંક્ષામોહનીયનું વદન થાય છે.
તેનું સમાધાન એ છે કે સમાચારીમાં ભિન્નતા હોવા છતાં જે શાસ્ત્ર વિરુદ્ધ ન હોય, જે નિષ્પાપ હોય અને સાથે જ બહુજન દ્વારા આચરિત હોય તેને પ્રમાણભૂત ગણી શકાય છે. (૯) મતાન્તર :- ભિન્ન ભિન્ન આચાર્યોના વિભિન્ન અભિપ્રાયને જોઈને શંકા કરવી. જેમકે સિદ્ધસેન દિવાકરના અભિપ્રાયે કેવળીને જ્ઞાન અને દર્શનનો ઉપયોગ એક સાથે જ હોય છે. કારણ કે કેવળી ભગવાને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય કર્યો છે. જો ઉપયોગને ક્રમિક માનીએ તો બંને કર્મનો ક્ષય નિરર્થક થાય છે. તેથી કેવળીને બંને ઉપયોગ સાથે હોય છે.
શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણનું કથન છે કે કેવળી ભગવાનને બંને ઉપયોગ ક્રમિક છે. પ્રથમ સમયે દર્શનોપયોગ, બીજા સમયે જ્ઞાનોપયોગ હોય છે. કારણ કે જીવનો તથા પ્રકારનો સ્વભાવ છે. જ્યારે વસ્તુનું સામાન્ય દર્શન કરે છે ત્યારે વિશેષ બોધ રૂપ જ્ઞાન થતું નથી અને જ્યારે વસ્તુનું વિશેષ બોધરૂપ જ્ઞાન થાય છે, ત્યારે સામાન્ય બોધરૂપ દર્શન થતું નથી. તેથી બંને ઉપયોગ ક્રમિક હોય છે. આ રીતના મતાન્તરને જોઈને શ્રમણોને કાંક્ષા મોહનીય કર્મના ઉદયે શંકા થાય છે પરંતુ તે સમયે આગમજ્ઞાન અથવા બહુશ્રુતના વચનને પ્રમાણભૂત માનવા જોઈએ. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર બંને ઉપયોગ ક્રમિક હોય છે. આચાર્યોના કેટલાક મતભેદ સાંપ્રદાયિક પ્રàષના કારણે અને છદ્મસ્થતાના કારણે પણ હોય શકે છે. (૧૦) ભંગાજર - દ્રવ્યના સાંયોગિક ભંગને જોઈને શંકા કરવી. જેમકે હિંસાના સંબંધમાં ચાર ભંગ