Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
.
ક્રિયા અને આયુષ્ય આ સર્વની સમાનતાના સંબંધમાં પૂર્વવત્ સમજવું જોઈએ. २० कइ णं भंते! लेस्साओ पण्णत्ताओ ?
શ્રી ભગવતી સૂત્ર–૧
गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा- कण्णलेस्सा जाव सुक्कलेस्सा। लेस्साणं बिईओ उद्देसो भाणियव्वो जाव इड्डी ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લેશ્યાના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! લેશ્યાના છ પ્રકાર છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુકલ. અહીં પ્રજ્ઞાપના સૂત્રના લેશ્યાપદ[૧૭ મા પદ]ના દ્વિતીય ઉદ્દેશકનું ૠદ્ધિની વકતવ્યતા પર્યંત કથન કરવું જોઈએ.
વિવેચન :
લેશ્યાની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં સમાહારાદિ વિચારણા :– ઓગણીસમા સૂત્રમાં છ લેશ્યાના છ દંડક[આલાપક] અને સલેશીનો એક દંડક, આ પ્રમાણે સાત દંડકોથી વિચારણા કરી છે. વીસમા સૂત્રમાં લેશ્યાઓના નામની પ્રરૂપણા કરીને તત્ સંબંધિત સંપૂર્ણ તાત્ત્વિક જ્ઞાન પ્રજ્ઞાપના સૂત્રના લેશ્યાપદના દ્વિતીય ઉદ્દેશક અનુસાર સમજવાનો નિર્દેશ કર્યો છે.
યદ્યપિ કૃષ્ણલેશ્યા સામાન્યરૂપે એક છે તથાપિ તેના અવાંતર ભેદ અનેક છે કારણ કે કોઈ કૃષ્ણલેશ્યા અપેક્ષાકૃત વિશુદ્ધ હોય તો કોઈ અવિશુદ્ધ. પાંચમાં ગુણસ્થાનવર્તી જીવોની કૃષ્ણલેશ્યા કરતાં પ્રથમ ગુણસ્થાનવર્તી જીવની કૃષ્ણલેશ્યા અવિશુદ્ધ છે. કોઈક જીવની કૃષ્ણલેશ્યાથી નરકગતિ પ્રાપ્ત થાય છે. કોઈક જીવની કૃષ્ણ લેશ્યાથી ભવનપતિ આદિ દેવોમાં ઉત્પત્તિ થાય. અતઃ કૃષ્ણ લેશ્યામાં તરતમતાથી અનેક ભેદ છે, તેથી તેના આહાર આદિ સમાન નથી. આ જ રીતે સર્વ લેશ્યાવાળા જીવોના વિષયમાં સમજવું જોઈએ. ૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે લેશ્યા હોય તે પ્રમાણે તેનું કથન કરવું જોઈએ.
મનુષ્યોમાં કૃષ્ણ અને નીલ લેશ્યામાં વીતરાગ સંયત નથી પરંતુ સરાગ સંયત હોય છે. તેમજ તે જીવ અપ્રમત્ત સંયત હોતા નથી પરંતુ પ્રમત્ત સંયત જ હોય છે.
સંસાર સંસ્થાન કાલ :
२१ जीवस्स णं भंते ! तीतद्धाए आदिट्ठस्स कइविहे संसारसंचिट्ठणकाले पण्णत्ते ?
गोयमा ! चउव्विहे संसारसंचिट्ठणकाले पण्णत्ते, तं जहाणेरइयसंसार- संचिट्ठणकाले, तिरिक्ख- मणुस्स-देव-संसारसंचिट्ठणकाले य। ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! સંપૂર્ણ અતીતકાલની અપેક્ષાએ જીવનો સંસાર સંસ્થાનકાલ કેટલા