Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૪ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું અનેક જીવ સ્વયંકૃત દુઃખ-દુઃખહેતુક કર્મને ભોગવે છે?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક દુઃખ કર્મ ભોગવાય છે. કેટલાક ભોગવાતા નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! ઉદીર્ણ કર્મ ભોગવાય છે. અનુદીર્ણકર્મ ભોગવાતા નથી. તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક કર્મ ભોગવાય છે, કેટલાક ભોગવાતા નથી. આ જ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક પર્વતના ચોવીસ દંડકોના સંબંધમાં પ્રશ્નોત્તર સમજવા જોઈએ. | ३ जीवे णं भंते ! सयंकडं आउयं वेएइ ?
गोयमा ! अत्थेगइयं वेदेइ, अत्थेगइयं णो वेएइ । जहा दुक्खेणं दो दंडगा तहा आउएणं वि दो दंडगा एगत्तपुहत्तिया, एगत्तेणं जाव वेमाणिया, पुहुत्तेण वि तहेव । શબ્દાર્થ :- = એકવચનથી, પુખ-પૃથર્વન = બહુવચનથી. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ સ્વયંકૃત આયુષ્ય ભોગવે છે?
હે ગૌતમ! કેટલાક ભોગવે છે, કેટલાક ભોગવતા નથી. જેમ દુઃખકર્મના વિષયમાં બે દંડક કહ્યા છે તે જ પ્રમાણે આયુષ્યકર્મના સંબંધમાં પણ એકવચન અને બહુવચનની અપેક્ષાએ બે દંડકનું કથન કરવું. તેમ જ ૨૪ દંડક સંબંધિત એકવચનાત્ત અને બહુવચનાત્ત પ્રશ્નોત્તરનું કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સ્વયંકત દુઃખ કર્મ એવં આયુષ્ય કર્મના વેદનના સંબંધમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોત્તર અંકિત છે. સ્વકૃત કર્મફલભોગ સિદ્ધાંત :- શ્રી ગૌતમસ્વામીના પૂર્વોક્ત પ્રશ્ન પૂછવામાં પાંચ ભ્રાંત માન્યતાઓનું નિરાકરણ ગર્ભિત છે. તત્કાલીન યુગમાં આ પ્રકારની મિથ્યા માન્યતાઓ પ્રચલિત હતી કે (૧) કર્મ અન્ય કરે અને તેનું ફળ અન્ય વ્યક્તિ ભોગવી શકે છે (૨) ઈશ્વર અથવા કોઈ અદશ્ય શક્તિની કૃપા પ્રાપ્ત થઈ જાય તો સ્વકૃત દુઃખજનક અશુભ કર્મફળ ભોગવવું પડતું નથી (૩) પરમાધામી દેવો, નરકપાલ આદિ 'પર' ના નિમિત્તે નારકાદિ જીવોને દુઃખ ભોગવવું પડે છે (૪) વસ્ત્ર, ભોજનાદિ પર વસ્તુઓ અથવા વ્યક્તિઓના નિમિત્તથી મનુષ્યોને સુખ દુઃખ મળે છે (૫) અન્ય પ્રાણીને આયુષ્ય દઈ શકાય છે અને લઈ શકાય છે.
ઉપરોક્ત પાંચે માન્યતાઓ યુક્તિસંગત નથી. કોઈ દ્વારા કરાયેલા કર્મોનું ફળ જો અન્ય ભોગવે,