Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪
શ્રી ભગવતી સૂત્ર–૧
(૭) ઘોરગુણ :– અસાધારણ, મૌલિક ગુણોનો વિકાસ કરનાર.
(૮) ઘોર તપસ્વી :– ઘોર તપ કરનાર અથવા વાત, પિત, કફ અને સન્નિપાતજન્ય કોઈ પણ રોગનો ઉપદ્રવ થવા છતાં જે અનશન એવું કાયકલેશાદિ તપથી વિમુખ ન થાય તથા હિંસક પશુ, ચોર, લૂંટારા આદિથી ઘેરાયેલા પ્રદેશમાં જે આવાસ કરે છે, તેને ઘોર તપસ્વી કહે છે.
(૯) ઘોર બ્રહ્મચર્યવાસી :– જેનો બ્રહ્મચર્યવાસ અસ્ખલિત હોય, ચારિત્રમોહનીય કર્મના પ્રકૃષ્ટ ક્ષયોપશમથી જેના વિકારજન્ય સ્વપ્ન પણ નષ્ટ થઈ ગયા હોય તે ઘોર બ્રહ્મચર્યવાસી કહેવાય છે.
(૧૦) ઉચ્યૂઢ શરીર :- આ પદના બે અર્થ થાય છે. (૧) ઉત્ક્ષિપ્ત શરીર- શરીર હળવું થઈ જવાથી ઉપર ઉડી શકનાર. 'ધિમા' લબ્ધિ સંપન્ન સાધક પોતાના શરીરને વાયુથી પણ હળવું બનાવી શકે છે. ઇન્દ્રભૂતિ અનેક લબ્ધિધારક હતા. મહાપુરાણ અનુસાર જ્યારે પ૦૦ શિષ્યો સહિત પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા ત્યારે તેની પાસે સાતસો લબ્ધિ હતી. તે સમયે ઇન્દ્રભૂતિ અણગાર લધિમા લબ્ધિના ધારક હતા. (૨) ઉતિશરીર- શરીર નિરપેક્ષ અર્થાત્ શરીર સંસ્કાર અને દેહાસક્તિથી રહિત હોય તેને ઝિન શરીર કહેવાય છે.
(૧૧) સંક્ષિપ્ત વિપુલ તેજોશી :– તેજોધેશ્યા—તેજોલબ્ધિની પણ બે અવસ્થા હોય છે. સંક્ષિપ્ત અને વિપુલ. તેજોલેશ્યાનો પ્રયોગ કરે તો હજારો કિલોમીટરમાં સ્થિત વસ્તુને ભસ્મીભૂત કરી શકાય છે. તે જ રીતે દૂર સુધીના ક્ષેત્રમાં અનુગ્રહ પણ કરી શકાય છે. લબ્ધિનો પ્રયોગ કરે તો તે વિપુલ કહેવાય છે. લબ્ધિનો પ્રયોગ ન કરે તો તે લબ્ધિ સક્ષિપ્ત રહે છે. ઈન્દ્રભૂતિ ગૌતમને વિપુલ તેજોલબ્ધિ પ્રાપ્ત હતી પરંતુ તે લબ્ધિનો પ્રયોગ કરતા ન હતા.
(૧૨) ચાર શાનના ધારક :– મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યવજ્ઞાનના ધારક હતા.
(૧૩) ચૌદપૂર્વી :– દ્વાદશાંગીમાં બારમું અંગ દષ્ટિવાદ છે. તેના પાંચ વિભાગ છે. તેનો ત્રીજો વિભાગ પૂર્વગત છે. તેમાં ચૌદપૂર્વનો સમાવેશ થયો છે. નંદી સૂત્રમાં તેનું વિસ્તૃત વર્ણન છે. ચૌદ પૂર્વના જ્ઞાતાને ચૌદપૂર્વી અથવા શ્રુત કેવળી કહે છે. ચૌદ પૂર્વનો શ્રુતજ્ઞાનમાં સમાવેશ થાય છે પરંતુ શ્રુતજ્ઞાની ચૌદપૂર્વી હોય જ તે અનિવાર્ય નથી. ચૌદપૂર્વી એટલે પ્રકૃષ્ટ શ્રુતજ્ઞાની, શ્રુતકેવળી. તેની તુલના કેવળી સાથે કરી છે. કેવળી સર્વ દ્રવ્ય–પર્યાયોને સાક્ષાત્ જાણે છે. શ્રુત કેવળી શ્રુતના આધારે જાણે છે.
(૧૪) સર્વાક્ષર સન્નિપાતિ લબ્ધિ યુક્ત :– વૃત્તિકારે તેના બે અર્થ કર્યા છે.
(૧) સર્વ અક્ષરોના સંયોગના જ્ઞાતા અથવા (૨) શ્રવ્ય અક્ષરોના વક્તા.
ચાર જ્ઞાનના ધારક અને ચૌદ પૂર્વી વિશેષણ ઈન્દ્રભૂતિ ગૌતમના જ્ઞાનની અને સર્વાક્ષર સન્નિપાતિ પદ તેમના વચનની અતિશયતાને પ્રગટ કરે છે.
ઉપરોક્ત વિશિષ્ટ ગુણોના ધારક ઈન્દ્રભૂતિ અણગાર પ્રભુથી ન અતિ નિકટ, ન અતિ દૂર ઉર્ધ્વજાનુ