Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ओराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्तविउलतेयलेस्से चोद्दसपुव्वी चउणाणोवगए सव्वक्खर-सण्णिवाई समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उड्डजाणू अहोसिरे झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ :- કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામના અણગાર હતા. તે ગૌતમ ગોત્રીય, સાત હાથ ઊંચા, સમચતુરસ સંસ્થાન અને વજઋષભનારા સંઘયણના ધારક હતા. તેના શરીરનો વર્ણ સુવર્ણની રેખા સમાન તથા પદ્મપરાગ સમાન ગૌર હતો. તે ઉગ્રતપસ્વી, દીપ્ત તપસ્વી, તખતપસ્વી, મહાતપસ્વી, ઉદાર, ઘોર-પરીષહ તથા ઈન્દ્રિયાદિ પર વિજય પ્રાપ્ત કરવામાં કઠોર, ઘોરગુણસંપન્ન–કઠિનાઈથી પ્રાપ્ત ગુણ સંપન્ન, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર–સંસ્કારના ત્યાગી હતા. તેઓએ વિપુલ તેજોલબ્ધિને સંક્ષિપ્ત-સ્વ–શરીરમાં જ અંતર્લીન કરી હતી. તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા અને ચતુર્નાન સંપન્ન, સર્વાક્ષર સંન્નિપાતી લબ્ધિના ધારક હતા. તેવા તે ઈન્દ્રભૂતિ અણગાર શ્રમણ ભગવાન મહાવીરથી ન અતિ દૂર, ન અતિ નજીક, બંને ઘૂંટણોને ઊભા રાખી, મસ્તકને નમાવીને, ધ્યાનરૂપી કોઠાગારમાં સ્થિત થઈને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિનું અંતરંગ અને બાહ્ય વ્યક્તિત્વ સમગ્રતાથી નિરૂપિત કર્યું છે. અંતેવાસી - નિકટ રહેનાર શિષ્ય. ઈન્દ્રભૂતિ ગૌતમ સદા પ્રભુની નિકટ રહેતા હતા. અંતેવાસી અનેક પ્રકાર હોય શકે છે. જેમકે– (૧) પ્રવાજના અંતેવાસી- જે કેવળ પ્રવ્રજ્યા–મુનિ દીક્ષા અથવા સામાયિક ચારિત્ર ધારણ કરી આચાર્યની સમીપે રહેતા હોય. ઉપસ્થાપના અંતેવાસી- જે ઉપસ્થાપના–મહાવ્રત આરોપણ અથવા છેદોપસ્થાપનીય ચારિત્ર ધારણ કરી આચાર્યની સમીપે રહેતા હોય. ધર્માન્તવાસી - જે કેવળ ધર્મ-શ્રવણને માટે આચાર્યની પાસે રહેતા હોય, ઈન્દ્રભૂતિ સર્વ અપેક્ષાએ પ્રભુના અંતેવાસી
હતા.
ગૌતમ ગોત્રીય :- વ્યક્તિત્ત્વના નિર્માણનું આધારભૂત તત્ત્વ છે વંશ-પરંપરા. આનુવંશિકી શાસ્ત્ર અનુસાર વ્યક્તિ જેવા સંસ્કાર સૂત્ર gિene] અને ગુણસૂત્ર [chromosome] લઈને જન્મે છે, તે જ પ્રકારે તેનું વ્યક્તિત્વ નિર્મિત થાય છે. ઈન્દ્રભૂતિ તે સમયના પ્રતિષ્ઠિત ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયા હતા, ઉચ્ચ ગોત્રના સંસ્કાર તેને સહજ પ્રાપ્ત હતા. સાત હાથની ઊંચાઈ – તેના શરીરની ઊંચાઈ સાત હાથની હતી. [ચોવીસ અંગુલ = ૧ હાથ થાય છે.] સમચતરસ સંસ્થાન :- સંસ્થાનનો અર્થ છે આકૃતિ અથવા શરીરના અવયવોની રચના. શરીરના સર્વ અવયવો સપ્રમાણ હોય અથવા અસ એટલે કોણ-શરીરના ચારે કોણ સમાન હોય, તેને સમરસ