Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક-૧ઃ ઉદ્દેશક-૧
| ૧૩ |
સંસ્થાન કહે છે. વજaષભ નારાચ સંઘયણ :- સંઘયણ = અસ્થિબંધ- હાડકાની રચના. જે હાડકા પરસ્પર મર્કટ બંધથી જોડાયેલા હોય તેના પર પટ્ટો હોય અને મજબૂતાઈ માટે તેના પર ખીલી હોય તે પ્રકારના દેઢતમ અસ્થિબંધને વજઋષભનારા સંઘયણ કહે છે. સાધના માટે સાધકના શરીરની મજબૂતાઈ અનિવાર્ય છે. વજઋષભનારાચ સંઘયણના ધારક જ મોક્ષના અધિકારી છે. ઈન્દ્રભૂતિની શરીર રચના સાધનાને સુયોગ્ય હતી.
આગમ સાહિત્યમાં ઉપલબ્ધ વ્યક્તિત્વ વર્ણનના બંને દષ્ટિકોણ સંસ્થાન અને સંઘાત આધુનિક દષ્ટિએ પણ મહત્ત્વના છે. આજે પણ શરીર સંસ્થાનના આધારે વ્યક્તિના વ્યક્તિત્વને જાણવાની પદ્ધતિ પ્રચલિત છે. કેવા પ્રકારની આંખ, નાક, ચહેરા આદિ વાળો વ્યક્તિ કેવો હોય ? તેનો સ્વભાવ કેવો હોય? તે કયા કાર્યક્ષેત્રમાં સફળ થઈ શકે છે? વગેરે વિષયક વિશદ વર્ણન ઉપલબ્ધ છે.
ગૌરવર્ણતા - શ્રેષ્ઠ વ્યક્તિત્વ માટે કેવળ ગૌરવર્ણ જ પર્યાપ્ત નથી, પરંતુ શરીર દીપ્તિમાન અને પ્રભાવ- શાળી પણ હોવું જોઈએ. ઈન્દ્રભૂતિનું શરીર પાકેસરની સમાન ગૌર હતું તેમજ કસોટી પર ખચિત સુવર્ણ રેખાની સમાન તેજસ્વી હતું. આ રીતે ઈન્દ્રભૂતિનો દેહ વૈભવ અત્યંત શોભનીય અને પ્રભાવ– શાળી હતો. આંતરિક વૈભવ - ૩૪તવે થી સવ્વહરવા સુધીના ચૌદ વિશેષણો દ્વારા ઈન્દ્રભૂતિની સાધનાજન્ય લબ્ધિઓનું વિશિષ્ટ વર્ણન છે.
(૧) ઉગ્રતપસ્વીઃ - અસાધારણ તપ કરનાર અથવા જે મુનિ આરંભ કરેલી તપ સાધનાનો જીવન પર્યત નિર્વાહ કરે તેને ઉગ્રતપસ્વી કહે છે.
(૨) દીપ્ત તપસ્વી - પ્રજ્વલિત ધર્મધ્યાન રૂપ તપ કરનાર અથવા દીર્ઘકાલીન તપસ્યા કરવા છતાં પણ જેનું કાયિક, વાચિક કે માનસિક બળ વધતું રહ્યું હોય, મુખ આદિમાંથી દુર્ગધ ન આવતી હોય પરંતુ જેના શ્વાસોચ્છવાસમાં સુગંધ આવતી હોય, જેનું શરીર તેજસ્વી થતું હોય તેને દીપ્ત તપસ્વી કહે છે. (૩) તપ્ત તપસ્વી - કર્મોને સંતપ્ત કરનાર અથવા અત્યંત તપ્ત કડાઈમાં પડેલું જલકણ તુરંત સુકાઈ જાય છે, તે જ રીતે જે મુનિ દ્વારા કરેલો શુષ્ક અને અલ્પ આહાર તત્કાલ પરિણત થઈ જાય, તે મલાદિ રૂપે પરિણત ન થાય તેને તપ્ત તપસ્વી કહે છે. (૪) મહા તપસ્વી :- આશંસા રહિતપણે તપ કરનાર અથવા સિંહ નિષ્ક્રીડિત આદિ મહાન તપનું અનુષ્ઠાન કરનાર. (૫) ઉદાર – અલ્પ સામર્થ્યવાન માટે અશક્ય તેવા ભયંકર અથવા ઉરાલે–પ્રધાન તપ કરનાર. () ઘોરઃ- પરીષહ વિજેતા અને ઈન્દ્રિય વિજેતા.