Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧: ઉદ્દેશક-૧
_.
[ ૧૫ ]
અધઃશિર [ઉકડૂ આસનની મુદ્રામાં ધ્યાનરૂપી કોષ્ટકમાં લીન થઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા હતા. અહીં ગૌતમના આસનની વિશેષતા સૂચિત થાય છે. ઉર્ધ્વજાન અધઃશિર–ઉકડ આસન - આ આસન શિષ્યના વિનીતભાવનું તેમજ અપ્રમત્તપણાનું સૂચક છે. ઈન્દ્રભૂતિ પ્રભુના વિનીત શિષ્ય હતા. તેમ જ ઉચ્ચ કોટિના અપ્રમત્ત સાધક હતા. તેથી જ બહુધા ઈન્દ્રભૂતિ અણગાર વગેરેના વર્ણનમાં આ આસનનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
બંને પગને ભૂમિ પર સમતલ રાખવા, તેના આધારે સંપૂર્ણ શરીરને રાખવું, બંને ગોઠણ ઊંચા રાખવા, બંને હાથો જંઘા અને ગોઠણની વચ્ચે રાખવા, દશે આંગળીઓને જોડી મસ્તક પાસે રાખવી, મસ્તક કંઈક નમાવીને રાખવું, આ પ્રકારે ઉભડક બેસવાથી)ઉક આસન થાય છે. તેને જ શાસ્ત્રમાં ઉર્ધ્વજાનુ અધઃશિર શબ્દથી કહ્યું છે. ધ્યાન કોષ્ઠક :- આ શબ્દ પ્રયોગ ઈન્દ્રભૂતિની માનસિક સ્થિતિને પ્રગટ કરે છે. જેમ કોઠી-કોઠામાં નાખેલુ અનાજ વિખેરાતું નથી, એક સ્થાનમાં રહે છે, તેમ એકાગ્રતાની સાધના દ્વારા ચારેબાજુ દોડતી વૃત્તિ અને મન એક ધ્યેય પર સ્થિર થઈ જાય છે, ધ્યાનમાં લીન બની જાય છે, ચિત્તની તે અવસ્થાને ધ્યાન કોષ્ઠક કહે છે. ઈન્દ્રભૂતિ ગૌતમની જિજ્ઞાસા :
६ तएणं से भगवं गोयमे जायसड्डे जायसंसए जायकोऊहल्ले, उप्पण्णसड्ढे उप्पण्णसंसए उप्पण्णकोऊहल्ले, संजायसड्डे संजायसंसए संजायकोऊहल्ले समुप्पण्ण- सड्ढे समुप्पण्णसंसए समुप्पण्णकोऊहल्ले, उट्ठाए उठेइ उठाए उठ्ठित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्तब समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ करित्ता वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासमाणे एवं वयासीભાવાર્થ:- તે સમયે ભગવાન ગૌતમના મનમાં શ્રદ્ધા-ઇચ્છા, સંશય-જિજ્ઞાસા અને કુતૂહલ જન્યું. શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ વધ્યું; શ્રદ્ધા, સંશય અને કુતૂહલ પ્રબળતમ થયું. તે પોતાના સ્થાનેથી ઊઠ્યા, ઊઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને, શ્રમણ ભગવાન મહાવીરને જમણી તરફથી પ્રારંભીને, ત્રણવાર પ્રદક્ષિણા કરી; વંદન, નમસ્કાર કર્યા. વંદન, નમસ્કાર કરીને, ન અતિ નિકટ, ન અતિ દૂર શુશ્રુષા અને નમસ્કારની મુદ્રામાં પ્રભુની સન્મુખ સવિનય અંજલિબદ્ધ થઈને પjપાસના કરતાં (સેવામાં ઊભા રહી) આ પ્રમાણે કહ્યુંવિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્ન પૂછનારની માનસિક પૂર્વાવસ્થાનું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કર્યું