Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગયે. આ રીતે ઉદિત થઈને અસ્તમિત થતા જીવનું આ બીજા ભાગમાં પ્રતિ. પાદન કરવામાં આવ્યું છે. પહેલાં અભ્યદય અને પછી પતન પામતાં પુરુષના આ ભાંગામાં સમાવેશ થાય છે. બ્રહ્મદત્તની કથા ઉત્તરાધ્યયનની પ્રિયદર્શિની ટકાના ૧૩ માં અધ્યયનના ૭૨૫ માં પાના પર આપી છે, તે ત્યાંથી તે વાંચી લેવી.
(૩) અસ્તમિતાદિત પુરુષ-કઈ એક પુરુષ પહેલાં દુર્ગતિમાં હોય અને ત્યાંથી હીનકુલમાં ઉત્પન્ન થાય, અને ત્યારબાદ સમૃદ્ધિ, સુકીર્તિ, અને સગતિ પામે તે એવા પુરુષને આ પ્રકારમાં ગણાવી શકાય છે. એ પુરુષ પતનના પંથ તરફથી ઉત્થાનને પંથે વળે છે હરિકેશબલ અણગાર આ પ્રકા, રના પુરુષ થઈ ગયા. તેમણે જન્માન્તરમાં ઉપાર્જિત પાપકર્મોના ઉદયથી ચાંડાલ કુળમાં જન્મ લીધો હતે, તેઓ અતિશય દારિદ્રયથી પીડાતા હતા, પણ ત્યારબાદ પ્રવ્રજ્યા અંગીકાર કરીને ચારિત્રારાધના કરીને મનુષ્યભવનું આયુ પૂરું કરીને દેવની પર્યાયે ઉત્પન્ન થઈ ગયા. તેમની કથા પણ અન્ય ગ્રન્થમાંથી વાંચી લેવી. એવા પુરુષને “અસ્તમિતે દિત' કહે છે.
(૪) અસ્તમિતાસ્તમિત પુરુષ–કઈ એક પુરુષ પહેલાં પણ અસ્તમિત (અલ્યુદયવિહીન) હોય છે અને પછી પણ અસ્તમિત જ રહે છે. એવો પુરુષ અધાર્મિક, અધર્મરાગી, અધર્માખ્યાયી, અધર્માનુષ્ઠાતા અને અધર્મજીવી હોય છે; અને સર્વદા સાવદ્ય વ્યાપારમાં પ્રવૃત્ત રહેવાને કારણે કીતિ, સમૃદ્ધિ, રૂપ અને તેજ રહિત જ રહેવાને કારણે સાયંકાલિન સૂર્યસમાન અસ્તમિત જ બની જાય છે. વળી મરીને દુર્ગતિમાં જવાને લીધે અસ્તમિત જ ચાલુ રહે છે. કાલ સૌકરિકને આ પ્રકારમાં ગણાવી શકાય. તે નિઃશીલ-મર્યાદાવિહીન હતે. દયાહીન હતા, સૂવરના શિકારને શોખીન હતા, તે દરરોજ ૫૦૦ પાડાને ઘાત કરતે હ, હીન કુળમાં જન્મેલે હેવાથી સકળ જને તેની નિંદા કરતા હતા અને અકૃત્યકારી હતી. આ રીતે પહેલાં પણ તે અસ્તમિત હતો અને આખી જિંદગી પણ એ જ રહ્યો. તે મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થયે, આ રીતે તેણે દુર્ગતિ રૂપ અસ્તમિતા પ્રાપ્ત કરી. એ સૂ. ૫
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૧.