________________
૯૭
વાચસ્પતિ–પ્રભુતા-પિ ગુણાંત્વદીયાન, વકતું કદાપિ નહિ યદ્યપિ શનુવન્તિા ત્વદૂભક્તિતસ્તદપિ મે જીન ! ગીરૂદેતિ, વર્થ–મુદ્દભવતિ નો સ્વનિત--દયાસ્કિમ
હે જીનેશ્વર ! આપના અનંત ગુણાનું યથાર્થ રૂપથી વર્ણન કરી શક્યા જ્યાં બુહુસ્પતિ આદિ મહાન દેવગણો પણ સમર્થ નથી તે મારા જેવા ક્ષુદ્રનું તો શું ગજું ? છતાં પણ આપના પ્રત્યેની મારી ભક્તિને કારણે જ મારી વાણી આપના ગુણગાન કરવાને ઉધત થઈ રહી છે. મેઘની ગર્જનાથી રોહણાચલ ઉપર શુ વૈર્ય મણી પેદા નથી થતાં !–થાય છે જ તે જ પ્રમાણે આપ પ્રત્યેની મારી ભક્તિ જ વાણીદ્વારા મારી પાસે આપનાં ગુણગાન કરાવી રહી છે. Iઠ્ઠા