________________
કામધેનુ બની જાય, આ સધળું બનવું અસંભવ છે છતાં પણ માની કે દૈવયોગે એ પ્રમાણે સંભવિત બને, પરંતુ હે નાથ ! ચંદ્રમા સમાન નિર્મળ એવા આપના ગુણોનું યથાર્થ રૂપથી વર્ણન કરવાને આ ત્રણેકને વિશે કોઈ શક્તિશાળી નથી ને ૩-૪ પ્રત્યેક–દેહિનૂતનરામ-સમૂહમત્ર, કશ્ચિત્ કવચિદ્-ગણયિતું પ્રભવેદ્ વપુષ્માના કિન્તુ ત્વદીય-ગુણરત્ન-ગણે કદાપિ, સંખ્યાતુ-મહંતિ ન કાપિ મહાગુણાળે ! પા
માની લઇએ કે આ સંસારમાં જન્મ ધારણ કરેલ સર્વ પ્રાણીઓના શરીર ઉપરનાં સમસ્ત રોમે રોમની સંખ્યા ગણી કાઢવા માટે કોઈ અપૂર્વ શક્તિશાળી વિરલે શક્તિમાન બને, પરંતુ હે નાથ ! આપનાં ગુણરત્નો એટલા તે અનંતા છે કે તેની ગણત્રી કરી શકે તે વિરલે મળી આવવો મુશ્કેલ છે. પા